અમદાવાદ:- નરોડા પોલીસ સ્ટેશનની PCR વાન માંથી દારૂ તથા રોકડ રકમ પકડાઈ..પોલીસ વાનમાં દારૂ લઈ જતા પોલીસકર્મી-હોમગાર્ડ ઝડપાયા..
Views 16

નરોડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં દારૂ અને તેમાંથી મોટી રકમ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પીસીઆર વાનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સતીશ જીવન ઠાકોર, હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપૂત સહિત નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસ દરમિયાન PCR વાનમાં વિદેશી દારૂની બે બોટલ અને 30,000 રૂપિયા મળી આવ્યા હતા. હંસાપુરમ ના એક રિક્ષા ચાલક સામે દારૂ રાખવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધવામાં આવી હતી.

એ નોંધવું મહત્વપૂર્ણ છે કે નરોડા પોલીસ સ્ટેશનની આસપાસ અસામાજિક તત્વોના કિસ્સાઓ બન્યા છે, જેઓ સ્થાનિક પોલીસની સત્તાને પડકાર ફેંકીને બુટલેગર પ્રવૃત્તિઓમાં સામેલ થયા છે. ડેપ્યુટી કમિશનરના કડક આદેશોને પગલે, પીઆઈ પી.આઈ. બુધવારની દેખરેખ હેઠળ નરોડા પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં સૂચિબદ્ધ બુટલેગરો અને વિવિધ કુખ્યાત વિસ્તારોને લક્ષ્ય બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઓપરેશન દરમિયાન, ઇન્સ્પેક્ટર સતીશ જીવન ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપૂતે પીસીઆર વાનમાં દારૂ સાથે મળી આવેલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી હતી. વધુમાં, જીગ્નેશ ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં બુટલેગર કાલિનને તેના ભાઈ સાથે પકડી લેવામાં આવ્યો હતો. નરોડા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ઝોન-4 એલસીબી ના કર્મચારીઓએ દરોડામાં ભાગ લીધો હતો. જોકે બુટલેગર જીગ્નેશ ધરપકડનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને સફળતાપૂર્વક પકડી લીધો હતો. જોકે, તેનો ભાઈ કાલિન દારૂના જથ્થા સાથે પકડાઈ ગયો હતો.

“પોલીસે બાતમીના આધારે 91 નંબરની વાન તપાસી.’

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નરોડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા કિરણકુમાર બાબુજીએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ નરોડા પોલીસ લાઇનના ગેટ પાસે ગેલેક્ષી ચાર રસ્તા તરફ હતાં. તે સમયે નરોડાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટ એ. આર. ધવનએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનની પી.સી.આર વાન નં.91માં મોબાઇલ વાનના ઈન્ચાર્જ તથા તેમની સાથે નોકરી કરતા હોમગાર્ડએ કોઈ જગ્યાએથી એક કાળા કલરની બેગમાં વિદેશી દારૂની શીલબંધ બોટલો પીસીઆરમાં રાખી છે. આ માહિતીના આધારે પોલીસે પીસીઆર વાન રોકીને તપાસ કરતા પીસીઆરના ઇનચાર્જ પોતાનું નામ સતીશ જીવણજી ઠાકોર અને તેમની સાથે હાજર હોમગાર્ડે પોતાનું નામ વિક્રમસિંહ રણજીતસિંહ રાજપૂત હોવાનું જણાવ્યું હતું .

“બન્ને પોલીસકર્મીની ધરપકડ કરાઈ.’

.પોલીસે જ્યારે પી.સી.આર વાનમાં તપાસ કરી ત્યારે પાછળની સીટમાં બેસેલ હોમગાર્ડ વીકમસિંહે ગાડીમાંથી એક કાળા કલરનો થેલો લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોકી લેતા તેના થેલામાંથી દારૂની બે બોટલ અને 30 હજાર રૂપિયા મળી આવ્યા હતા. આ બંનેની પાસે કોઈ યોગ્ય જવાબ ન મળતા પોલીએ બન્નેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.બુટલેગરે માલ પકડાતા પરિચિત વ્યક્તિને જાણ કર્યાની ચર્ચાસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જે રિક્ષામાં દારૂ હતો તેની પાસથી પોલીસે દારૂ લઈ લીધો હતો. ત્યારબાદ રિક્ષાચાલકે જ આ અંગે તેના પરિચિતને ફોન કર્યો અને તેણે આ વાત પોલીસને કહી હતી, જેથી આ ખેલ પકડાયો હતો.

Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0

અમદાવાદ:- નરોડા પોલીસ સ્ટેશનની PCR વાન માંથી દારૂ તથા રોકડ રકમ પકડાઈ..પોલીસ વાનમાં દારૂ લઈ જતા પોલીસકર્મી-હોમગાર્ડ ઝડપાયા..
Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!