અમદાવાદનાં બોપલમાં થોડા દિવસ પહેલા ગાડી ધીમી ચલાવવા બાબતે થયેલ બોલાચાલીમાં MICA નાં વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરી રહી હતી. ક્રાઈમ બ્રાંચે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે. જે બાદ આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પૂછપરછ હાથ ધરતા તે પોતે સરખેજ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પંજાબના સંગરુર થી દબોચ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ત્રણ ટીમો કેસનો ભેદ ઉકેલવામાં લાગી હતી. પકડાયેલ આરોપી વિરેન્દ્ર પઢેરીયા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જ્યારે દિવાળી સમયથી વિરેન્દ્ર સિકલીવ ઉપર હતો. વર્ષ 2008-2009 બેચના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્ર પઢેરીયાની સંડોવણી બોપલ કેસમાં ખુલી હતી. અગાઉ આરોપી વીરેન્દ્રસિંહ કોલ સેન્ટરમાં પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આરોપી વિરેન્દ્ર પઢેરીયા બાવળાના એદરોડા ગામનો વતની છે.
વર્ષ 2017માં અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બાવળામાં ચાલતા ગેરકાયદેસર કોલસેન્ટર પર રેડ પાડવામાં આવી હતી. બાવળા ખાતે બાવળા સાણંદ રોડ જલારામ મંદિર પાસે આવેલ સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્ષના પહેલા માળે દુકાન નં. એ-104થી એ-107માં તારીખ 1-3-2017ના રોજ રાત્રે રેડ કરી એક યુવતી સહિત 13 શખ્સોને કેાલ સેન્ટર ચલાવતા ઝડપી લેવાયા હતા. આ કોલ સેન્ટરમાં અમદાવાદ શહેરમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસ કોન્સટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા સહિત 13 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.
રક્ષક બન્યો ગુંડો : ‘કોન્સટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા”‘રૂક અભી તુજે દિખાતા હૂં’પૃથ્વીરાજે તેનું બુલેટ ઊભું રાખી દીધું હતું અને કારચાલકે પણ તેની ગાડી ઊભી રાખી દીધી હતી. કારચાલકે પૃથ્વીરાજને આવતાંની સાથે કહ્યું હતું કે ‘તુમ લોગ રોંગ સાઇડ મેં હો તો મૈં જોર સે નહીં ચલાઉંગા, કારચાલકની વાત સાંભળીને પ્રિયાંશુ અને પૃથ્વીરાજની બબાલ થઈ ગઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધક્કો મારી દીધો હતો અને બાદમાં બન્ને વચ્ચે મારામારી થઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધમકી આપી હતી કે રૂક અભી તુજે દિખાતા હૂં કહીને કાર પાસે ગયો હતો અને બે છરી લઈને આવ્યો હતો.
પ્રિયાંશુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા બાદમાં પ્રિયાંશુ પર આડેધડ છરી મારતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો, જ્યારે કારચાલક હુમલો કરીને નાસી ગયો હતો. ઘટનાની જાણ બોપલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બોપલ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વહેલી સવારે એસપી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
શહેરના બોપલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. કાર ચાલક સ્પીડ માં કાર ચલાવી રહ્યો હતો ત્યારે 2 વિદ્યાર્થીઓએ કાર સ્પીડ માં ન ચલાવવા ટકોર કરી ત્યારે કાર ચાલકે છરી વડે હુમલો કરી હત્યા કરી દેતા ચકચાર મચી હતી.