પૈસાની લેતી-દેતીમાં કાપડ વેપારીનું અપહરણ : કપડાના વેપારીને બે શખ્સ દ્વારા બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી તેમને ગાલ ઉપર એક લાફો ઝીંકી …!!
વેપાર પંકજ શાહને અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવ્યા હતાં. સમગ્ર બાબતે પંકજ શાહ અને તેમના દીકરા મીત શાહ દ્વારા રમેશ રાજપૂત અને અજાણ્યા શખસ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવા કાયદેસરની ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરમાં દિવાળી ટાણે ધોળાદાડે પૈસાની લેતી-દેતી મામલે કપડાના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. કપડાના વેપારીને બે શખ્સ દ્વારા બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી તેમને ગાલ ઉપર એક લાફો ઝીંકી દઈને મહેસાણા પાસે લઈ ગયા હતા. જ્યાં અપહરણકારોની ગાડીમાં પેટ્રોલ પૂર્ણ થઈ ગયું હતું. આ વચ્ચે વેપારીએ નીચે ઉતરી મોકાનો ફાયદો ઉઠાવીને નજીકના ગામમાં જઈ ફોન કોલ કરીને સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી. જેથી ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વેપારીને પરત લઈ આવવામાં આવ્યા હતા.વેપાર પંકજ શાહને અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવ્યા હતાં. સમગ્ર બાબતે પંકજ શાહ અને તેમના દીકરા મીત શાહ દ્વારા રમેશ રાજપૂત અને અજાણ્યા શખસ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવા કાયદેસરની ફરિયાદ નોંધાવી

પૈસાની લેતી-દેતી મામલે બબાલ કરી સમગ્ર હકીકત જાણે એમ છે કે, ચાંદખેડા ખાતે જનતાનગર પાસે બોસ ફેશન નામની કપડાની દુકાન આવેલી છે, જેના માલિક પંકજ શાહ છે. ગત 1 નવેમ્બરના રોજ બપોરના સમયે પંકજ શાહ પોતાની દુકાન પર હાજર હતા અને ફોન ઉપર તેમના સાળી સાથે વાત કરતા હતા. તેટલામાં નજીકના જાહેર શૌચાલય પાસે જતી વખતે પોતાની દુકાનનો કાચનો દરવાજો બંધ કરી તેના ઉપર તાળું લગાવ્યું હતું, પરંતુ દુકાનનું શટર ખુલ્લું રાખી નહીં જતા તે સમય રમેશ રાજપત સહિત એક અજાણીયો શખસ તેમની પાસે આવ્યાં હતા અને પૈસાની લેતી-દેતી બાબતે તેમની સાથે બોલાચાલી કરી હતી.

ઉગ્ર બોલાચાલી કરી વેપારીનું અપહરણ કર્યું ત્યારબાદ જ્યારે જાહેર શૌચાલય પરથી પરત પોતાની દુકાન તરફ આવતા હતા, તે સમયગાળા દરમિયાન ફરી રમેશ રાજપૂત અને અજાણ્યો શખ્સ આવીને ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપીને બળજબરીપૂર્વક વેપારી પંકજ શાહને પોતાની સાથે લાવવામાં આવેલી tiago ગાડીમાં બેસાડ્યા હતા. જ્યારે ઉગ્ર બોલાશાલી ચાલુ હતી તે સમયગાળા દરમિયાન પંકજ શાહ તેમના સાળી સાથે વાત કરતા હોવાથી તેમના સાળીએ સમગ્ર વાતો સાંભળી વેપારીના દીકરાને ફોન કરીને આ સમગ્ર હકીકત જણાવી હતી.

વેપારીનો દીકરો પોલીસ સ્ટેશન પહોંચી ગયો વેપારીના દીકરાએ પોતાના માસીનો ફોન કોલ આવ્યા બાદ પિતા વિશે આ સમગ્ર બાબત જણાવતા તાત્કાલિક પોતાના પિતા પંકજ શાહના ફોન નંબર ઉપર વારંવાર ફોન કરતા કોઈએ કોલ રિસિવ ન કરતા તુરંત દુકાન પાસે પહોંચ્યો હતો. આસપાસના લોકોને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, બે માણસો તેના પિતાને ગાડીમાં બેસાડીને લઈ ગયા છે. જેથી નજીકના ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે જઈને ફરિયાદ કરી હતી.આરોપીએ વેપારીનો એક ફડાકો પણ ઝીંકી દીધો હતો.પોલીસે લોકેશન ટ્રેસ કરતા વેપારી મહેસાણા ખાતે ભાંડુ ગામ નજીક હોવાનું જણાયું હતું. જે બાદ મોબાઇલ ટ્રેસ કરીને પોલીસ સહિતનો કાફલો ભાંડુગામ ખાતે પહોંચ્યો હતો. તે પહેલા રમેશ રાજપૂત અને અજાણ્યા શખસ દ્વારા ઝુંડલ સર્કલ થઈને મહેસાણા ખાતે રસ્તામાં જતી વખતે આગળ જઈને નજીકમાં ક્યાંક ઉતરી ગયો હતો અને રમેશ રાજપૂતે બળજબરીપૂર્વક વેપારી પંકજ શાહને કારમાં આગળની સીટ ઉપર બેસાડ્યા હતાં. બાદમાં તમામ ગાડીના કાચ બંધ કરી દીધા હતા અને લાકડી બતાવીને બૂમાબૂમ ન કરવા ધમકી પણ આપી હતી. ત્યારે રમેશ રાજપૂતે વેપારી પંકજ શાહને એક લાફો પણ ઝીંકી દીધો હતો,જેથી વેપારી ગભરાઈ ગયો હતો.પોલીસ સ્થળે જઈ વેપારીને પરત અમદાવાદ લાવી બાદમાં ભાંડુ ગામ પાસે રમેશ રાજપૂતની ગાડીનું પેટ્રોલ પૂર્ણ થઈ જતા તે નીચે ઉતરીને આવતા-જતાં રાહદારીઓ પાસે પેટ્રોલ પંપ વિશે માહિતી લેતા મોકાનો ફાયદો ઉઠાવીને વેપારી પંકજ શાહ રોડ ક્રોસ કરીને સામેના ભાંડુ ગામની અંદર પહોંચ્યા હતાં. જ્યાં અજાણ્યા શખ્સ પાસેથી ફોન માંગીને તેમના સાળાને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી પંકજ શાહના સાળાએ પંકજની દીકરાને કોન્ફરન્સમાં લીધા બાદ સમગ્ર હકીકત જણાવતા ચાંદખેડા પોલીસનો કાફલો ભાંડુ ગામ પાસે પહોંચ્યો હતો. જ્યાંથી વેપાર પંકજ શાહને અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવ્યા હતાં. સમગ્ર બાબતે પંકજ શાહ અને તેમના દીકરા મીત શાહ દ્વારા રમેશ રાજપૂત અને અજાણ્યા શખસ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવા કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

” Gujarat Geeta Digital youtube videos.

અમદાવાદ .TAAS.

પૈસાની લેતી-દેતીમાં કાપડ વેપારીનું અપહરણ : કપડાના વેપારીને બે શખ્સ દ્વારા બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી તેમને ગાલ ઉપર એક લાફો ઝીંકી …!!
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!