A’Bad – વિરાટનગર વોડ AMCએ તોડી પાડેલી દુકાનો-મકાનોની વૈકલ્પિક વ્યવસ્થા માટે આસિ. TDOએ 50 લાખ માગ્યા, બે લોકોને 20 લાખ લેતા ACBએ ઝડપ્યા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને તેના મળતીયાને 20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોના ભાડુઆત અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા 50 લાખની લાંચ માંગી હતી. જે રકઝક અંતે 20 લાખ આપવાનું નક્કી થયું હતું. એસીબીની ટીમે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના મળતીયા આશિષ પટેલને ઝડપી લીધા હતા.

“AMC – એસ્ટેટ વિભાગ વિરાટનગર એ મકાનો અને દુકાનો તોડી હતી.’

અમદાવાદ શહેરમાં વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવામાં આવી હતી. જેથી મકાનો/દુકાનોના ભાડુઆતો તથા ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી. જેમાં તેઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરશો તો AMC દ્વારા વ્યવસ્થા કરી આપશે. જેથી ફરીયાદીએ ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જિનિયર આરોપી આશીષ પટેલને મળ્યા હતા.

“TDO ( વિરાટ નગર)એ કામગીરી કરવા 50 લાખની લાંચ માગી.’

આશિષ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર વિરાટનગર (TDO) હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી. હર્ષદ ભોજકે કામગીરી કરવા માટે 50 લાખ લાંચની માગણી કરી અને આરોપી આશીષને 10 લાખ આપવાની વાત કરી હતી. જેથી ફરીયાદીએ રકઝક કરતા 20 લાખ આપવાના નક્કી થયા હતા. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઇ ACBનો સંપર્ક કરતાં ટીમે આશ્રમ રોડ પર ચિનુભાઈ ટાવરમાં અક્ષર સ્પેસ ઇન્ટરેસ્ટર પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં લાંચના છટકાનું આયોજન ગોઠવ્યું હતું. બંનેને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા હતા.


A’Bad – વિરાટનગર વોડ AMCએ તોડી પાડેલી દુકાનો-મકાનોની વૈકલ્પિક વ્યવસ્થા માટે આસિ. TDOએ 50 લાખ માગ્યા, બે લોકોને 20 લાખ લેતા ACBએ ઝડપ્યા.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!