સુરત – યુટ્યુબરની હત્યામાં 9 લોકોની સંડોવણી..
શહેરના સલાબતપુરા વિસ્તારમાં બે દિવસ અગાઉ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં youtuber ની કરપીણ હત્યા કરવામાં આવી હતી આ સમગ્ર મામલાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ આ ઘટનાને લઈને સુરત પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને હત્યારા સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી. આ બનાવવામાં પોલીસે ગણતરીના સમયમાં જ સાત બાળ કિશોર સહિત નવ આરોપીઓની ધરપકડ કરી...

સલાબતપુરા વિસ્તારમાં બે દિવસ અગાઉ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં youtuber ની કરપીણ હત્યા કરવામાં આવી હતી આ સમગ્ર મામલાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ આ ઘટનાને લઈને સુરત પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને હત્યારા સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી. આ બનાવવામાં પોલીસે ગણતરીના સમયમાં જ સાત બાળ કિશોર સહિત નવ આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલ ભેગા કર્યા. તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા જે મૃત શહેર નાક ને પસંદ નહોતો જે અંગે માથાકૂટ થઈ હતી. જે અંગે અદાવત રાખીને આ તમામ આરોપીઓએ જુબેર ની હત્યા કરી હતી.

સુરત youtube ….

સુરતના સલાબતપુરા વિસ્તારના આંજણા ફાર્મ એસટીસી બિલ્ડીંગની સામે બે દિવસ પહેલા કેટલાક અજાણ્યાઓએ યુટ્યુબરની કરપીણ હત્યા કરી હતી. 34 થી વધારે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરીને ભાગી ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો આ ઘટનાને પગલે સલાબતપુરા પોલીસનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો અને આરોપીઓને શોધવા માટે કમર ઘસી રહી હતી. પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓને શોધવા માટે અલગ અલગ વિસ્તારમાં ફરી રહી હતી તે દરમિયાન પોલીસે બાદના આધારે મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા હત્યાના ગુનામાં કુલ 9 લોકો સંડોવાયેલા હોવાનુ જાણવા મળ્યુ હતું. 

પોલીસ પૂછપરછમાં હત્યાનું જે કારણ સામે આવ્યું તે જાણી ખુદ પોલીસ ચોકી ઉઠી હતી. થોડા દિવસ પહેલા હત્યારાઓ આંજણાફાર્મ એચ.ટી.સી. માર્કેટ 01 સામે મૃતકના ઘરની બહાર બેસતા હતા. મૃતકને આ વાત પસંદ નહોતી. અંગે તેમની સાથે માથાકૂટ પણ થઈ હતી અને ત્યારબાદ ફરિયાદીએ પોલીસમાં અરજી પણ કરી હતી. જે અંગેની અદાવત રાખીને તમામ આરોપીઓએ મળીને જુબેરની હત્યા કરી હતી. મૃતક જ્યારે તેમના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક બાળકિશોરો ત્યાં ધસી આવ્યા હતા. આ તમામ લોકોએ મૃતક ઉપર એક પછી એક હુમલો કર્યો હતો અંદાજિત 35 જેટલા ઘા મૃતકને ઝીંકી નાખ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ મૃતકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો સમગ્ર બનાવવામાં સલાબતપુરા પોલીસે તમામ આરોપીઓને કોટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.


સુરત – યુટ્યુબરની હત્યામાં 9 લોકોની સંડોવણી..
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!