A’Bad:નરોડા મુઠીયા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો.
Views 9

અમદાવાદ શહેર (રાકેશ કુમાર યાદવ દ્વારા)

સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક યુવકના જન્મ દિવસની ઉજવણી માટે રાત્રીના લોકોનું ટોળુ ભેગુ થયુ હતુ અને અને જાહેર રસ્તા પર યુવક હાથમાં આગ નિકળે તેવી ગન રાખીને જન્મ દિવસની ઉજવણી કરી હતી અને ફટાકડા પણ ફોડ્યા હતા. જે વિડીયોની પોલીસે તપાસ કરતા નરોડા જીઆઈડીસી મુઠીયા ગામના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેનો હોવાનું સામે આવતા આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

નરોડા પોલીસે વિડીયોના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા ..

નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવદતા પીએસઆઈ બી.એમ.જોગડા તથા તેમના સ્ટાફને એક વિડીયો મળ્યો હતો, જેમાં જન્મ દિવસની ઉજવણી કરવા કેટલાક માણસો ભેગા કરી જાહેરમાં ફટાકડા ફોડી રહ્યા હતા સાથે જ આગ નિકળે તેવી બંદૂકનો ઉપયોગ કરીને હંગામો કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતુ. જેથી આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિડીયો નરોડા જીઆઈડીસી મુઠીયા ગામ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેનો હોવાનું તથા મુઠીયા ગામમાં રહેતો જયેશ ઉર્ફે જીગો સોલંકીનો જન્મ દિવસ હોવાથી લોકોના ટોળા ભેગા કરીને હંગામો કર્યો હોવાનું સામે આવ્યું હતુ. જેથી નરોડા પોલીસે જયેશ ઉર્ફે જીગા સોલંકી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

જાહેરાત…

જાહેરાત..

Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0

A’Bad:નરોડા મુઠીયા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો.
Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!