અમદાવાદની રેસ્ટોરાંની દાલફ્રાયમાં જીવાત નીકળી!:અજીત મિલ ચાર રસ્તાનાં સિટી પોઈન્ટમાં બેબી શોવરના જમણવારનો બનાવ,

હોટલો-રેસ્ટોરાંમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળી રહી છે. લોકો આરોગતા હોય તેવી કોઈ પણ ચીજ વસ્તુઓમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળતી હોવાનું સામે આવી રહ્યું છે. દિન-પ્રતિદિન હોટલ- રેસ્ટોરાંમાં ખાવામાંથી જીવ-જંતુઓ નીકળે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રખિયાલના અજીત મિલ ચાર રસ્તા પાસે આવેલી સિટી પોઇન્ટ રેસ્ટોરાંના દાલફ્રાયમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. દરમિયાન જેણે બેબી શોવરનો પ્રસંગ તે પરિવારના સભ્યએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફૂડ વિભાગ અંગે જણાવ્યું હતું કે, કમ્પ્લેન કરી પણ કોઈ ન આવ્યું!.

“રેસ્ટોરાંના સુપરવાઈઝરે ઘટનામાં શંકા વ્યક્ત કરી”

સિટી પોઇન્ટ રેસ્ટોરાંના સુપરવાઇઝર યુસુફભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યારે એક વખત લાઈટ જતી રહી હતી અને બધું બંધ થઈ ગયું હતું. આ ઘટના કેવી રીતે બની? અમારા ધ્યાનમાં નથી પણ કદાચ લાઈટ જતી રહી હોય તે સમયે બન્યું હોઈ શકે છે. જોકે, આ પાછળ બીજો કોઈ આશય હોવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી જીવ-જંતુ નીકળવાના બનાવ ગુજરાતમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી જીવ-જંતુ નીકળવાના છથી વધુ કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ આ સિલસિલો હજુ અટકવાનું નામ ન લેતો હોય એમ 27 જૂને અમદાવાદમાં અથાણામાંથી મરેલી ગરોળી નીકળી હતી. શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી એક મહિના પહેલાં આ અથાણું ખરીદ્યું હતું અને રોજબરોજ ખાતા હતા, જેમાં એકદમ નીચેના ભાગે પહોંચતાં એમાંથી ગરોળી નીકળી હતી. આ અથાણાને કારણે પરિવારને દર બે દિવસે ઝાડા-ઊલટીની પણ અસર થતી હતી, જેનું કારણ અથાણામાં ગરોળી હોવાનું ગઈકાલે સામે આવ્યું હતું.

Gujarat Geeta Digital youtube video

અમદાવાદ ઇસનપુર પોલિસ સ્ટેશન… ધટના…

જાહેરત …


અમદાવાદની રેસ્ટોરાંની દાલફ્રાયમાં જીવાત નીકળી!:અજીત મિલ ચાર રસ્તાનાં સિટી પોઈન્ટમાં બેબી શોવરના જમણવારનો બનાવ,
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!