ગુજરાતના પોલીસ વિભાગમાં ફરી એકવાર મોટા ફેરફારો આવશે. તેનું કારણ એ છે કે, સરકારને હવે ફરજિયાત પોસ્ટિંગ કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ, ગુજરાત ATS ના ડીઆઈજી દીપન ભદ્રન હવે સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ગયા છે. જ્યારે રાજકોટ અગ્નિકાંડના અધ્યક્ષ અને હાલ CIDના એડી.ડીજીસુભાષ ત્રિવેદી તથા સરકારના ટ્રબલ શૂટર ગણાતા આર.બી. બ્રહ્મભટ્ટ આ મહિનાના અંતમાં નિવૃત થઈ રહ્યાં છે. એટલું જ નહીં સરકારે છેલ્લે આપેલા DIG ના પ્રમોશનમાં રાજકોટ એસ.પી જયપાલસિંહ હજુ એસ.પીની જગ્યા પર જ પોસ્ટેડ છે, જ્યારે કચ્છ પશ્ચિમ અને અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનરની સેક્ટર-2 ની જગ્યા ખાલી પડી છે. ડેપ્યુટેશન અને નિવૃત થનારા અધિકારીઓની ખાલી પડતી જગ્યા પર રેગ્યુલર પોસ્ટિંગ આપવું પડશે. ઉપરાંત સિનિયર અધિકારીઓના પ્રમોશન પછી પણ તે જ જગ્યા પર લાંબા સમયથી તહેનાત છે, જેમને યોગ્ય જગ્યાએ પોસ્ટિંગ આપવું પડશે. આ ઉપરાંત લાંબા સમયથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરમાંથી પોલીસ ઈન્સ્પેક્ટર તરીકેની બઢતીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. જ્યારે 2001 અને પછીની વેઈટીંગ બેચના પણ ઘણાં અધિકારીઓ ડીવાય એસ.પીના પ્રમોશનની રાહમાં છે. સૂત્રોનું કહેવું છે કે, PSI ટૂ PI અને PI ટૂ DySP ના પ્રમોશન આપવાની તૈયારી ગૃહ વિભાગે પૂર્ણ કરી લીધી છે. જૂલાઈના અંતમાં જ્યારે બે સિનિયર અધિકારીઓ નિવૃત થઈ રહ્યાં છે ત્યારે તેમની જગ્યા ભરવા સાથે પ્રમોશન અને અન્ય પોસ્ટિંગ આપવામાં આપવામાં આવશે.
શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા 1740 પોલીસ કર્મચારીઓની પોલીસ કમિશનરે શનિવારે એક સાથે બદલી કરી છે. જેમાં કોન્સ્ટેબ, હેડ કોન્સ્ટેબલ અને એ એસ આઈનો સમાવેશ થાય છે. બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓમાં સૌથી વધારે 1000 જેટલા પોલીસ કર્મચારીઓને ટ્રાફિકમાંથી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યુ છે. જો કે આ બદલીઓમાં વર્ષોથી પૂર્વ અને પશ્ચિમમાં અડીંગો જમાવીને બેઠેલાપોલીસ કર્મચારીઓને પણ બદલી દેવાયા છે. અમદાવાદમાં હાલમાં સેકટર – 1 માં 26, સેકટર – 2 માં 22, ટ્રાફિકમાં 14, મહિલામાં 2 મળીને 64 પોલીસ સ્ટેશન આવેલા છે. જ્યાં હાલમાં 13 હજાર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.