અમદાવાદ ઈસનપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે દારૂનો ધંધો ચાલતો હોવાની જાણ કરી તો પણ પોલીસ ડોકાઈ જ નહિ.
Views 9
શહેર પોલીસ કંટ્રોલ રૂમની સક્રિયતા સામે ઉઠ્યા સવાલો..

રાકેશ કુમાર યાદવ દ્વારા.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જુદા જુદા મુદ્દાઓ ઉપર અનેક નિર્ણયો લઇને કડક હોવાની છાપ ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છે, જોકે તેમના નાક નીચે શહેર પોલીસ કંટ્રોલ રૂમથી માંડીને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ બેધડક મનફાવે એવા વર્તન કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. અમદાવાદીઓને પોલીસની જરૂર પડે કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ બાબતે ફરિયાદ કરવી હોય તો પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત હોવાની વાર્તાઓ કરવામાં આવે છે.

જોકે સામાન્ય માણસ તો ઠીક પણ ખુદ પોલીસ કર્મીએ જાતે જ પોલીસ કંટ્રોલ ને ઈસનપુર પોલીસ સ્ટેશનની પાછળ માધુરી નામની મહિલા બુટલેગર દારૂનું સ્ટેન્ડ ચલાવતી હોવાની ફરિયાદ કરી હોવાછતાં કલાકો સુધી કંટ્રોલ રૂમ તરફથી કોઈ મદદ ના મળતાં ખુદ પોલીસ કર્મી જ રોષે ભરાઈને પોલીસ કમિશનરને ફરિયાદ કરવાની ચીમકી આપતા હોવાનો ઓડિયો વાયરલ થતાં શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડી જવા પામ્યા છે. એક તરફ આ આખીય બબાલ પોલીસ કોન્સ્ટેબલએ નશાની હાલતમાં ઉભી કરી હોવાની પણ વાતો વહેતી થઇ હતી.

અમદાવાદ …..

આ અંગે જાણવા મળ્યા મુજબ વાયરલ થયેલા ઓડિયો માં ઈસનપુર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચેતન ભાઈ રમેશ ભાઈ ચૌહાણ દ્વારા શહેર પોલીસ કંટ્રોલમાં ફોન કરીને માધુરી નામની મહિલા બુટલેગર ઈસનપૂર પોલીસ મથકની પાછળ દારૂનું સ્ટેન્ડ ચલાવે છે ત્યાં કેસ કરવો હોવાની ફરિયાદ લખાવી હતી, જોકે કલાકો સુધી કંટ્રોલ તરફથી કોઈ પ્રતિસાદ ના મળતાં ફરીથી પણ ફોન કર્યો હતો.

જોકે સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કોઈ કાર્યવાહી ના કરતાં આખરે ઓડિયો વાયરલ કર્યો હોવાની ચર્ચાઓ ઉઠી. હવે સવાલ એવા ઉઠી રહ્યા છે કે પોલીસ કોન્સ્ટેબલ જાતે મહિલા બુટલેગર ને ત્યાં રેડ કરવા એકલા કેમ ગયા ? તેઓએ જાતે જ કહ્યું કે મહિલા બુટલેગર તેમની પર હુમલો કર્યો તેમજ તેમને હપ્તો લેવા આવ્યા તેવા આક્ષેપ કરી રહી છે તો આ આક્ષેપ સાચા કે ખોટા ? શહેર પોલી કંટ્રોલ દ્વારા કેમ ફોન ઉપર આવેલ ફરિયાદ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ના આવી ? તેવા અનેક સવાલો અમદાવાદ પોલીસ અને પોલીસ કમિશનર સામે ઉઠયા.જોકે ઓડિયો વાયરલ થયા બાદ તપાસના આદેશ છોડવામાં આવ્યા તેમછતાં જે તે સમયે તાબડતોડ કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવનાર પોલીસ કંટ્રોલ રૂમ ના જવાબદારો અને પોલીસમાં ફરજ બજાવીને પણ પોલીસની આબરૂને નિલામી કરનાર પોલીસ કર્મી સામે પગલાં લેવાશે કે પછી શહેર પોલીસ કમિશનર કડકાઈના ઓથા હેઠળ સમગ્ર મામલે તપાસ ચલાવવાને બહાને ટાઢું પાણી રેડી દેશે તેવા સવાલો અમદાવાદીઓમાં ઉઠયા હતા.

જાહેરાત…

Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0

અમદાવાદ ઈસનપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે દારૂનો ધંધો ચાલતો હોવાની જાણ કરી તો પણ પોલીસ ડોકાઈ જ નહિ.
Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!