અમદાવાદ:- હોમગાર્ડ યુનિટ ના અધિકારીઓની નિમણૂંક સહિતના ચાર્જ આપવા બાબતે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી સૂચના આપવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોમગાર્ડ યુનિટના અધિકારી ઓની નિમણુંક બાદ ચાર્જ આપવા સરકાર તરફથી આપવામાં આવતી સૂચનાઓને ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. જેમાં જિલ્લા કક્ષાએ ડિવિઝનના જે અધિકારીઓને ચાર્જ આપવામાં આવ્યો છે. તે તમામ ડિવિઝન અધિકારીઓએ કચેરી ખાતેથી તારીખ 12 મી જૂન પહેલા ચાર્જ મેળવી લેવાનું જણાવવામાં આવ્યું છે. અને જો તેમને કરવામાં વિલંબ કરવામાં આવશે તો ચાર્જ ન સંબંધિત અધિકારી ને આપોઆપ નિલંબિત ગણવામાં આવશે. આ સાથે જિલ્લાના નિયંત્રણ હેઠળના યુનિટ ખાતે જિલ્લા લેવલે ચાર્જ સોંપવામાં આવ્યો છે.
તે તમામ ડિવિઝન અધિકારીઓએ કચેરી ખાતેથી તારીખ 12 મી જૂન પહેલા ચાર્જ મેળવી લેવાનું જણાવવામાં આવ્યું છે. અને જો તેમને કરવામાં વિલંબ કરવામાં આવશે તો ચાર્જ ન સંબંધિત અધિકારી ને આપોઆપ નિલંબિત ગણવામાં આવશે. આ સાથે જિલ્લાના નિયંત્રણ હેઠળના યુનિટ ખાતે જિલ્લા લેવલે ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓને તારીખ 12 જૂન સુધી મંજૂરી મેળવ્યા બાદ અમદાવાદની મુખ્ય કચેરીમાંથી પરિપત્ર ક્રમાંક અન્વયે હોમગાર્ડઝ ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ સભ્યો તથા અધિકારીઓની નિમણુંક તેમજ બઢતી આપવા સંબંધે કરવામાં આવેલા પરિપત્રમાં સૂચવવામાં આવેલી તમામ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરી તારીખ 25 જૂન સુધી જિલ્લાના સંબંધિત યુનિટ અધિકારીની નિમણુંક માટેની દરખાસ્ત મોકલી આપવાની રહેશે.
વધુમાં સરકાર ના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લાના નિયંત્રણ હેઠળના ડિવિઝન અધિકારીના છૂટા થવા અથવા નિવૃત્ત થવા પ્રસંગે તેમના હસ્તક હેઠળ નો ચાર્જ સોંપવા બાબતે મુખ્ય કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવી ચાર્જ સોંપવાનો રહેશે. ઉપરાંત જિલ્લાના નિયંત્રણ હેઠળના ડિવિઝન ખાતે ચાલતી રોજિંદી ફરજ ઉપર હોમગાર્ડ સભ્ય તેમજ અધિકારીઓ જે પોલીસ સ્ટેશન વિસ્તારની હદ માં રહેઠાણ ધરાવતા હોય તે પોલીસ સ્ટેશન નો સમાવેશ જે ડિવિઝન માં થતો હોય તે જ ડિવિઝન ફરજ સોંપવાની રહેશે. આ તમામ મુદ્દાઓ ને લઈને સરકારે હોમગાર્ડ્ઝ તથા અધિકારીઓને નિયત સમય મર્યાદામાં પરિપત્રમાં સૂચવવામાં આવેલી તમામ સૂચનાઓનું ચુસ્તપણે અમલ કરવાનું જણાવવામાં આવ્યું છે.