શહેરકોટડા પોલીસ સ્ટેશન પોલીસ માટે જ આસુરક્ષિત બન્યું છે…જ્યાં પોલીસ જ અસુરક્ષિત હોય ત્યાં પછી પ્રજાની સુરક્ષા કોણ કરે તે પેચીદો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.પોલીસ પોતાની જ સુરક્ષા નથી કરી શકતી ત્યારે પ્રજાની રક્ષા કોણ કરશે તેવો સવાલ.સ્હેજ પણ ઉદભવે તેવી એક ઘટના અમદાવાદના શહેરના શહેરકોટડા વિસ્તારમાં બની છે..જ્યાં એક હોમગર્ડ જવાન પર હુમલો થતાં પોલીસતંત્ર પણ ચોંકી ઉઠયું છે.જ્યારે લુખ્ખા તત્વો દ્વારા દારૂ જુગારના અડ્ડા પાસે જ થયેલા હુમલાથી પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠ્યા છે.
શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદ માં થયેલા આ જીવલેણ હુમલા અંગે વાત કરવામાં આવે તો રાત્રીના સમયે પિયુષ શંભુભાઈ રબારી નામનો હોમગાર્ડ નરોડા પાટિયા પાસે આવેલી મેડિકલ માં દવા લેવા ગયો હતો ..જે દરમ્યાન દવા લઈને પરત આવી રહ્યો હતો ત્યારે મેમ્કો નજીક આવેલા વીર સાવરકર હોલ પાસે બાઇક પર આવેલા ત્રણ અસામાજિક તત્વો એ હોમગાર્ડ ના બાઇકને ઉભુ રાખવું લાત મારતા બાઈક પડી ગયું હતું અને અન્ય બાઈક પર આવેલા ત્રણ ઈસમો પૈકી એક રવી ઓડ નામના ઈસમે હાથમાં નાની તલવાર જેવા ઘાતક હથિયારથી પિયુષભાઈ પર શરીરના ભાગે હુમલો કર્યો હતો. રવિ સાથે આવેલા અન્ય બે ઈસમો એ પણ હુમલો કરતા પિયુષભાઈ એ પોતાના બચાવ માટે હાથ આડો કરતા કાંડા ના ભાગે ઇજા થઇ હતી..તથા પગના ભાગે પણ માર વાગ્યો હતો. જોકે હુમલા બાદ રવી નામના યુવકે પિયુષ ને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બાદ હુમલાખોરો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
ધાબાવાડી ચાલીમાં હોમગાર્ડ જવાન ઉપર થયેલા જીવલેણ હુમલા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઇ છે .. અસુરક્ષિત બનેલી પોલીસ પણ હુમલાખોરો સામે થયેલી ફરિયાદ બાદ દોડતી થઈ ગઈ છે..જોકે અહીં એક મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પ્રજાના રક્ષક પોતે જ અસુરક્ષિત છે ત્યારે પ્રજાનું શું…બીજું કે પોલીસ નો ડર પણ અસામાજિક તત્વો ને નથી ત્યારે સામાન્ય પ્રજા નું શું..? પરંતુ એક વાત અહી ચોક્કસ કહી શકાય કે આ વિસ્તારમાં પોલીસની કામગીરી ને લઈને લુખ્ખા તત્વો માં કોઈ ડર નથી જેને લીધે હવે પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે હવે એક હોમગાર્ડ પર થયેલા જીવલેણ હુમલા બાદ પોલીસ તંત્ર લાલ આંખ કરશે કે પછી ફરિયાદ દાખલ કરી ને સંતોષ માની લેશે..તે તો આવનારો સમય જ બતાવશે..પરંતુ હાલ પોલીસ પર થયેલા જીવલેણ હુમલાની નોંધ ગંભીર રીતે લઈ ખુલ્લેઆમ દાદાગીરી કરતા અસામાજિક તત્વો વિરૂધ્ધ કડક પગલાં લેવાય તે જરૂરી છે.