Views 10
1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે

લોકસભાની ચૂંટણીમાં બાદ ગુજરાત કોંગ્રેસ ફરી એકવાર મજબૂત કમબેક કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 1થી 15 ઓગસ્ટ દરમિયાન ન્યાય યાત્રામાં ભાગ લેવા રાહુલ ગાંધી આવી શકે છે. એક સીટ જીત્યા બાદ રાહુલ ગાંધીનું હવે સીધું લક્ષ્યાંક ગુજરાત છે. સદનમાં પણ રાહુલ ગાંધીએ ભાજપને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચુંટણીમાં અમે ભાજપને સો ટકા હરાવીશું.

તાજેતરમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. સાથે જ દુર્ઘટનામાં પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. હવે ફરી રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે. મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદથી વાયા વડોદરા થઇને ન્યાયયાત્રા સુરત પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટના પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવશે.

Gujarat Geeta Digital. news

amdavad…ચાઈનીઝ સાયબર ચાંચીયાઓ સાથે મળીને છેતરપિંડી કેસ સાયબર ક્રાઇમ યે ઉકેલી કાઢ્યો


# જાહેરાત. ….
Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0

ભાજપના ગઢમાં આવશે રાહુલ ગાંધી ! ન્યાય યાત્રા ગુજરાત.
Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!