અમદાવાદના સરદારનગર વિસ્તારમાં SMC ની ટીમે બાતમીના આધારે દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે.SMC એ કુબેરનગર એ વોર્ડ રોડ પર આવેલી સિલ્વર જ્યોતની ચલીમાંથી ૩૦૬ લીટર દેશી દારૂ અને આ ઉપરાંત જગ્યા પરથી લાઈવ ભઠ્ઠીઓ પણ પકડી છે.અહી મોટી માત્રામાં દેશી દારૂ તૈયાર થઈ રહયો હતો સ્થળ પર થી પ્લાસ્ટિકના ડ્રમ,ગેસની બોટલો, એલુમીનમ ડ્રમ, કેરબા વગેરે વસ્તુઓ સાથે રૂપિયા ૩૯,૯૦૨ કિંમતનો મુદ્દામાલ અને ૬ આરોપીને ઝડપી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ થઇ રહી છે તે વાતને કદાચ નકારી શકાય એમ નથી. કેમ કે દારૂ સ્થાનિક પોલીસને નથી મળતો, ત્યાં તો અન્ય એજન્સીઓ દારૂ ઝડપી પાડે છે.