સુરત – 22મીએ સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. સુરતમાં તેમની પાર્ટી દ્વારા પરપ્રાંતિય સંમેલનનું આયજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે આરપીઆઇ પ્રદેશ પ્રમુખ અશોકભાઇ ભટ્ટી, પ્રદેશ પ્રભારી-આરપીઆઇ આઠવલે, શ્રીમતી લીલાવતીબેન વાઘેલા,અધ્યક્ષ મહિલા મોરચા આરપીઆઇ આઠવલે અને શૈલેષભાઇ શુક્લા, રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય આરપીઆઇ આઠવલે ખાસ ઉપસ્થિત રહેશે. 22મીએ સવારે 11 વાગે ક્રિસેન્ટ રૂમ્સ એન્ડ બેંકવેન્ટ , બી-1, એક્સેલસ બિઝનેસ સ્પેસ, ભીમરાવ અલથાન રોડ, માસિમો શોપિંગ મોલની સામે, સુરતમાં યોજાનાર છે, જેમાં મોટી સંખ્યમાં કાર્યકરો અને અન્ય પદાધિકારીઓ રાજ્યભરમાંથી ઉપસ્થિત રહેશે.
” રામદાસ આઠવલેએ હાલમાં જ ભારતના રમણીય પર્યટન સ્થળ અને દરિયાઇ ટાપુ લક્ષદ્વિપની મુલાકાત લીધી.”
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(આઠવલે)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ હાલમાં જ ભારતના રમણીય પર્યટન સ્થળ અને દરિયાઇ ટાપુ લક્ષદ્વિપની મુલાકાત લીધી હતી.
તેમણે વડાપ્રધાન મોદીની અપીલમાંથી પ્રેરણા લઇને અન્ય કોઇ સ્થળ જેમ કે માલદીવ જવાને બદલે ભારતના પોતાના જ દરિયાઇ ટાપુ કે જેને વિકસાવવા માટે કેન્દ્ર સરકારે બીડુ ઝડપ્યુ છે, એવા સ્થળની સપરિવાર મુલાકાત લઇને દેશ-વિદેશમાં ફરવા જતાં પર્યટકોને લક્ષદ્વિપની મુલાકાત લેવા અપીલ પણ કરી હતી.આ સ્થળે સ્વચ્છ અને નિર્મળ દરિયામાં ડુબકી મારીને જળસૃષ્ટિ નિહાળવાનો એક અનેરો લ્હાવો છે. વડાપ્રધાને પણ ત્યાં ક્યુબા ડાઇવનો આનંદ માણ્યો હતો.
કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેજીએ પણ ત્યાંના તજજ્ઞની હાજરીમાં ક્યુબા ડાઇવનો આનંદ માણ્યો હતો. તો આ મુલાકાત દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી પણ હોવાથી તેમણે શિવાજી મહારાજની છબીને હારતોરા કરીને નમન કર્યા હતા. તેમના પરિવારના સભ્યો પણ તેમાં જોડાયા હતા.