સરદારનગર ભીલવાસ ખાતે સીતારામ ફાર્મમાં ભીલ સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન ભીલ સમાજની 14 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી હર્ષોલ્લાસ અને સમાજના સહકાર સાથે આવા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે.
હાંસોલ, નોબેલનગર, કુબેરનગર, વાડજ, ઠક્કરબાપાનગર, સાબરમતી, મણિનગર જેવા વિસ્તારો સહિત 14 ગામ ભીલ પંચાયત મંડળ દ્વારા આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભીલ સમાજના 50 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.