અમદાવાદના  હાટકેશ્વર વિસ્તાર માં 1800 બોટલ દારૂ સંતાડ્યો, પોલીસે સ્મશાનમાં રેડ ?

અમદાવાદના  હાટકેશ્વર વિસ્તાર માં 1800 બોટલ દારૂ સંતાડ્યો, પોલીસે સ્મશાનમાં રેડ ?

Views 19

અમદાવાદના  હાટકેશ્વર વિસ્તાર માં 1800 બોટલ દારૂ સંતાડ્યો, પોલીસે સ્મશાનમાં રેડ ?

અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હાટકેશ્વર સ્મશાન ગૃહમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપાયેલો આરોપી અક્ષય વેગડ ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ છે. હાટકેશ્વર સ્મશાન ચલાવવા માટેનો પેટા કોન્ટ્રાકટ છે. જ્યાં શબ સળગે તેની નીચે જ વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરવામાં આવતું હોવાથી અનેક સવાલ ઉભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના નેતાઓ પોતાના મળતીયા માણસોને ગોઠવી અને સફાઈથી લઈ લાકડાનો કોન્ટ્રાક્ટ આપી દેતા હોય છે અને પછી ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ થાય છે. સ્મશાન ગૃહમાં ક્યારેય કોઈપણ અધિકારી કે ભાજપના ચેરમેન જોવા આવ્યા નથી, જેના કારણે સ્મશાનમાં બેફામપણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે.

અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાંથી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહને ચલાવવાનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા અને ખોખરા વોર્ડનો ભાજપનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ અક્ષય વેગડની 1800 બોટલ સાથે પોલીસે ધરપકડ કરી છે. અક્ષય વેગડ અને તેનો ભાઈ રાજન વેગડ CNG ભઠ્ઠીના ભોયરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખતા હતા. પોલીસે 2.62 લાખનો વિદેશી દારૂ અને 11,000નો બિયર કબજે કરી અક્ષય વેગડ અને એક સગીરની ધરપકડ કરી છે.

“કોન્ટ્રાક્ટર અને તેનો ભાઈ દારૂનું વેચાણ કરતા મળતી માહિતી મુજબ,”

 ખોખરા પોલીસને બાતમી મળી હતી કે, હાટકેશ્વર સ્મશાન ગૃહમાં આવેલી CNG ભઠ્ઠીમાં કેટલોક દારૂનો જથ્થો સંતાડવામાં આવેલો છે. સ્મશાનમાં જ રહેતા અને પેટા કોન્ટ્રાક્ટ ધરાવતો અક્ષય વેગડ દ્વારા ત્યાં દારૂ ઉતારી અને વેચાણ કરવામાં આવે છે. જેના પગલે પોલીસે દરોડો પાડતા CNG ભઠ્ઠીમાંથી 1803 જેટલી વિદેશી દારૂની બોટલ અને 98 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અક્ષય વેગડ અને એક સગીરની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, અક્ષય અને તેનો ભાઈ બહારથી વિદેશી દારૂ લાવી અને સ્મશાન ગૃહમાં સંતાડી દેતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદના  હાટકેશ્વર વિસ્તાર માં 1800 બોટલ દારૂ સંતાડ્યો, પોલીસે સ્મશાનમાં રેડ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *