અમદાવાદ ના સરદારનગર બુટલેગરોએ રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી મગાવી હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડયો હતો. જો કે પોલીસને જોઈને 6 થી 8 બુટલેગરો ટુ વ્હીલર ત્યાં જ મૂકીને કાર લઈને ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1260 બોટલ તેમજ 4 ટુ વ્હીલર મળીને કુલ રૂ.5.05 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે દારૂની 1260 બોટલ અને 4 ટુ વ્હીલર મળીને કુલ રૂ.5.05 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વાહનના આધારે હર્ષદ ઉર્ફે મુંગડો, રોનક ઉર્ફે ગભરુ તમાયચે, અનિલ તેલગુના સામે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.
દારૂના 7 કેસ પણ પોલીસ હજુ પકડી શકતી નથી હર્ષદ ઉર્ફે મુંગડો સરદારનગર વિસ્તારમાં વર્ષોથી દારૂ- જુગારનો ધંધો કરે છે. છેલ્લા 2 મહિનામાં વિવિધ એજન્સીઓએ મુંગડા ઉપર દારૂના 7 કેસ કર્યા છે, પરંતુ હજુ સુધી તે એક પણ કેસમાં પકડાયો નથી અને હજુ પણ બેરોકટોક દારૂ – જુગારના ધંધા ચલાવી રહ્યો છે.