રાજ્ય માં દારૂ પીને અકસ્માત સર્જે તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ અકસ્માતની ઘટનાઓ રોકવા પોલીસ વિભાગ સક્રિય થતું હોય છે, પરંતુ ક્યારેક પોલીસ કર્મી જ અકસ્માત સર્જે ત્યારે નાગરિકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ બની જાય છે. અમદાવાદના નંવરગંપુરામાં એક પોલીસ કર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મીએ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. જ્યાં તપાસ કરતા પોલીસકર્મીની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી.
.”.ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી મળતી.” માહિતી અનુસાર શહેરના નવરંગપુરા વિસ્તારમાં નશાની હાલતમાં એક પોલીસ કોન્સ્ટેબલે પુરપાટ ઝડપે ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. જે પોલીસ ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસ કરી રહી છે. તે જ પોલીસનો કર્મચારી નશાની હાલતમાં અક્માત સર્જતા લોકોમાં રોષ ફેલાયો છે. શહેરના નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસ હેડ કોન્સ્ટેબલને પકડીને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. તપાસ કરતા તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.
” કેવી રીતે અકસ્માતનો મામલો બહાર આવ્યો.”ટ્રાફિક પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ ડી સ્ટાફમાં નોકરી કરે છે. રાત્રે તેણે એક વ્યક્તિને અકસ્માત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અકસ્માતમાં તે વ્યક્તિને કોઈ ઈજા થઈ નથી, પરંતુ તેની કારમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી છે. આ સંદર્ભે 185 હેઠળ ડ્રોઈંગ એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હજી મેડિકલ તપાસ બાકી છે ત્યારબાદ દરેક વસ્તુ સ્પષ્ટ થશે..!