અમદાવાદ શહેરમાં જ્યાં કાયદા વ્યવસ્થાની વાતો કમિશનરશ્રી કરી રહ્યા છે. તે જ અમદાવાદ પોલીસનો બીજાે ચહેરો વહીવટદાર તરીકે પણ જાેવા મળી રહ્યું છે. આ વહીવટદારની વ્યાખ્યા પોલીસ વ્યવસ્થાને ડામાડોળ કરી સરકારનું નામ બદનામ દિન-પ્રતિદિન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પોલીસ કમિશનરશ્રી મલીક સાહેબ જેઓ પોતે ઇમાનદાર તેમજ જનતા પ્રિય અધિકારી છે. પણ તેમના સ્કવોર્ડમાં (પી.સી.બી.) પીઆઈઓ તેમજ તેમના કમાઉ વહીવટદારો કમિશનરશ્રીના નામને વટાવી રહ્યા છે. માહિતીગાર સૂત્રો દ્વારા મળતી માહિતી દ્વારા અમદાવાદ (પી.સી.બી.) સ્કવોર્ડમાં (જગદીશ) ઉર્ફે જગો ચૌધરી જે વાસણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે એમ.પી.ચૌધરીના વહીવટદાર તરીકે જગો ચૌધરી નામનો વ્યક્તિ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. વાત કરીએ તો, એમ.સી. ચૌધરી જે સિવિલ હોસ્પિટલના દાની પુરુષના સંપર્કમાં છે અને આ દાની-પુરુષ રાજકીય વગ ધરાવે છે. જેના સંપર્કમાં આવ્યા પછી એમ.સી.ચૌધરી વાસણાથી પી.સી.બી. પીઆઈ બનવા ભલામણ કરેલી જેથી હવે આ પીઆઈ સંપુર્ણ રીતે અમદાવાદ કમિશનર પી.સી.બી.ના સ્કવોર્ડમાં પીઆઈ તરીકે નિમણુંક મળેલ છે અને જેથી હાલમાં અમદાવાદ વાસણા પોલીસ સ્ટેશનથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબે આ ચૌધરીની બદલી k કંપની કરી નાંખી છે.
પરંતુ અમદાવાદ શહેરમાં આજપણ વહીવટદાર જગાભાઈ ચૌધરી પી.સી.બી. પી.આઈ.નો વહીવટ કરી રહ્યા છે અને સમગ્ર અમદાવાદમાં દરેક પોલીસ સ્ટેશનમાં દારૂ-જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિને મૌખિક પરવાનગી દરેક પોલીસ સ્ટેશનના વહીવટદારો સાથે સાંઠગાંઠ કરી ચલાવી રહ્યા છે. આ વહીવટદાર અમદાવાદના મેઇન સેન્ટર હોટલ હાંડીમાં બેસીને અમદાવાદ પોલીસ સ્ટેશનના વહીવટદાર તેમજ બુટલેગરોને મૌખિક પરવાનગી આપી અને પૈસાની લેન-દેન કરે છે. વહીવટદાર જગા ચૌધરી ઉર્ફે જગદીશ નોકરી k કંપનીમાં પણ વહીવટ આખા અમદાવાદ શહેરમાં કરી રહ્યા છે. તો આ વાતની જાણ અમદાવાદ પોલીસ કમિશનરશ્રીને નથી? આ સમગ્ર માહિતી છેલ્લા કેટલાંક સમયથી પોલીસ બેડામાં ચાલી રહી છે અને જગદીશ ઉર્ફે જગાનો વહીવટ અમદાવાદ પોલીસ કમિશનરશ્રી માટે એક પડકારરૂપે પોલીસ બેડામાં પ્રશ્નચિહ્ન બની ગયુ છે.