હજ-ઉમરાહના નામે છેતરપિંડી કરી 2013થી ફરાર આરોપી ઝડપાયો.. અમદાવાદ ઇસનપુર.

Share with:


અમદાવાદની ઇસનપુર પોલીસે બાતમીના આધારે ઝડપ્યો
રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક લોકોને યાત્રાના નામે છેતર્યા..આરોપી સામે બંને રાજ્યોમાં અનેક કોર્ટ કેસમાં વોરંટ 

રાકેશકુમાર યાદવ દ્વારા.

અમદાવાદઃ શહેરની ઇસનપુર પોલીસ દ્વારા રાજસ્થાન રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોના કોર્ટના કેસોનો તથા મધ્યપ્રદેશ રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનના કોર્ટ કેસોમાં 2013થી કોર્ટમાં હાજર ના થઇને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર તાજેતરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી અનુસંધાન જુદા જુદા પોલીસ સ્ટેશન તથા કોર્ટના વોરંટમાં નાસતા ફરતા અને અમદાવાદ શહેરમાં રહેતા આરોપીઓના નામનું લિસ્ટ મોકલવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.પી. ગઢવીની સૂચના અનુસાર સર્વેલન્સ સ્કવોડ પીએસઆઈ પીજી ચાવડા તથા સ્ટાફના કર્મચારીઓ દ્વારા ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.જે દરમિયાન અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ભીખાભાઈ તથા ભરતભાઈ લક્ષ્મણભાઈ અને તોસીફમહમંદ ફરીરમહંમદને બાતમીના આધારે રાજસ્થાન રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોના કોર્ટના કેસોનો તથા મધ્યપ્રદેશ રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનના કોર્ટ કેસોમાં 2013થી કોર્ટમાં હાજર ના થઇને નાસતો ફરતો આરોપી ઇકબાલ મુસાજી માસ્ટર (ખેડાવાલા) ઉંમર 67 વર્ષ (રહે. 701, ચામડીયાવાસ, ઇસ્માઇલ પીરની દરગાહ પાસે પાંચપીપળી જમાલપુર વિસ્તાર)ને શાહઆલમ દરવાજા પાસેથી ઝડપી પાડ્યો હતો.આરોપી જમાલપુર ગોળલીમડા વિસ્તારમાં મુસ્લીમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે હજટૂર ચલાવે છે અને હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવી તેમને યાત્રા નહીં કરાવી છેતરપિંડી કરતો હતો.

#Gujarati Geeta YouTube videos.

Share with:


By admin

Rakesh yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!