રાકેશકુમાર યાદવ દ્વારા.
ભારતીય રેલવે દ્વારા જવનલશિલ અને વિસ્ફોટક પદાર્થ ની જે હેરફેર કરવામાં આવે છે તેમાં જે તે વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતી ડિલિવરી ને રેલવે વિભાગ દ્વારા વ્યવસ્થિત રીતે ચેકીંગ કરી ટ્રેન માં કોઈ નુકશાની ના થાય તેની તકેદારી રાખવામાં આવે છે.આવા વિસ્ફોટક પદાર્થો માટે રેલવે દ્વારા રેલ મંત્રીના આદેશ થી અભિયાન ચલાવવામાં આવે છે..જેમાં ભારતના તમામ રેલવે સ્ટેશનો પણ આર પી એફ ના જવાનો દ્વારા ડોગ સ્કોડ સહિત સતત નજર રાખી ચેકીંગ કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદ, સાબરમતી, કલોલ મહેસાણા, પાલનપુર વગેરે સ્ટેશનો પણ આવા વિસ્ફોટક પદાર્થોની તપાસ કરવામાંઆવે છે અને જો કોઈ અતિ ગંભીર સામાન માલૂમ પડે તો તેના પર કાર્યવાહી પણ કરવામાં આવે છે.જેમાં રેલવે દ્વારા અત્યાર સુધી એવા 11 જેટલા કેસો પકડવામાં આવ્યા છે જેમાં ફટાકડા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.આ તમામ બાબતોમાં રેલવે નો મુખ્ય હેતુ એ જ છે કે ટ્રેનમાં દિવાળીના પર્વમાં ફટાકડા જેવી વસ્તુઓ સાથે મુસાફરી કરતા લોકોને રોકવાનોં છે…કારણ કે ટ્રેન મા આવા વિસ્ફોટક પદાર્થોને લીધે દુર્ઘટના સર્જાઈ શકે છે. જેના માટે રેલવે તંત્ર દ્વારા લોકોને આવા વિસ્ફોટક પદાર્થો મુસાફરી દરમ્યાન સાથે ન રાખવા પણ સમજાવટ કરવામાં આવી રહી છે. જે સંદર્ભે રેલવે વિભાગે સમગ્ર ભારતમાં એડવાઈઝરી જારી કરી છે કે ટ્રેન મા મુસાફરી સમયે ગેસ સિલિન્ડર, પેટ્રોલ, કેરોસીન , ફટાકડા જેવા વિસ્ફોટક પદાર્થો સાથે ન રાખવા અને જો કોઈ મુસાફર આમ કરતાં પકડાઈ જશે તો તેના પણ કાર્યવાહી કરવાની સાથે દંડ પણ વસૂલવામાં આવશે.. જોકે બીજી તરફ રેલવે વિભાગે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ટ્રેન મા જો કોઈ વ્યક્તિ સિગારેટ કે બીડી જેવી જ્વલન શિલ પ્રવૃત્તિ કરતા લોકો પર રેલવે પોલીસ દ્વારા પણ સતત વોચ રાખવામાં આવી રહી છે અને આવી પ્રવૃત્તિ કરતા કોઈ પકડાશે તો પણ તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે..રેલવે વિભાગ દ્વારા આ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં લોકો ને પણ દુર્ઘટના અટકાવવા માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે..