રાકેશકુમાર યાદવ દ્વારા.
અમદાવાદ.શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં દારૂની મહેફિલ માણી રહેલા 9 નબીરાઓની પોલીસે ધરપકડ કરી હતી.આ કેસ ચાલી જતાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજસ્ટ્રેટ દીપક જેઠાભાઈ પરમારે પુરાવાના અભાવે શંકાનો લાભ આપી તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં એવું અવલોકન કર્યું હતું કે,ફરિયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર કરવામાં તદન નિષ્ફળ રહી છે.જે ફ્લેટમાં રેડ કરી તેની આજુબાજુના રેહવસીઓના કોઈ નિવેદન લીધા નથી.રેડ માં અને કેસની તપાસ પણ એજ પોલીસે કરી છે.પંચો પણ ફરી ગયેલા હોવાથી નિર્દોષ છોડી મૂક્યા હતા.બનાવની વિગત એવી છે કે,ગઈ તા.29 જુલાઇ 2021ના રોજ સરદારનગર વિસ્તારમાં આવેલા સુંદર હોમ્સ ફલેટના પાંચમા માળે ભરત ઉર્ફે બંટી બાલાની પોતાના રહેણાંકના મકાનમાં કેટલાક લોકો સાથે ઘરમાં ડી.જે.વગાડી દારૂની મેહફીલ માણી રહ્યો છે.આ અંગે પોલીસને માહિતી મળતાં પી.એસ.આઇ. હરકટ સહિત પોલીસે ઘરમાં રેડ કરી હતી.ઘરમાં દારૂની મેહફીલ માણતા ભરત ઉર્ફે બંટી,જયેશ માંનવાની,લલિત તનવાની,હિતેશ ભાગ્યા, કરણ ચેતવણી, વર્ષા ચેતવાની,કાજલ ચેતવાની, કૃતિકા રખિયાની, શિવાની ભાટિયાની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.આરોપીઓ તરફે એડવોકેટ જયેન્દ્ર અભવેકરે કેસ ચલાવતા આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો હતો.
Gujarat Geeta YouTube videos..