રાકેશકુમાર યાદવ દ્વારા.

દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ પણ પોલીસના ડર વગર બુટલેગર બિનધાસ્ત દારૂનું વેચાણ કરી રહ્યા છે. અવનવી ટેકનિકનો ઉપયોગ કરીને બુટલેગર રાજ્યની બોર્ડર પરથી દારૂ લાવે છે અને પોતાના ઘરમાં નહીં, પરંતુ પરિ‌ચિત અને પાડોશીઓના મકાનમાં   દારૂનો જથ્થો છુપાવે છે. કુબેરનગર અને સરદારનગર દારૂના ધંધા માટે પંકાયેલાં છે ત્યારે અહીં દેશી દારૂથી લઇ કોઇ પણ બ્રાન્ડનો દારૂ બિનધાસ્ત વેચાય અને પીવાય પણ છે. પોલીસ દારૂના અડ્ડાઓ સામે સખત કાર્યવાહી કરે તો પણ દારૂ વેચાય છે તેનું કારણ એટલું જ છે કે બુટલેગર્સે પોલીસની ધોંસથી બચવા માટે નવો ઉપાય શોધી લીધો છે. બુટલેગર્સ તેમના પરિ‌ચિત લોકોના મકાનમાં દારૂ છુપાવી રહ્યા છે, જેનું તે ઊંચું ભાડું પણ ચૂકવે છે.

ફાઈલ ફોટો..

ગુનાખોરી સાથે કોઇ લેવા-દેવા ના હોય તેવી પરિ‌ચિત વ્યક્તિઓ કે પાડોશીઓના ઘરમાં  દારૂનો જથથો સંતાડવામાં આવે છે.દારૂ પીવો હોય તો દારૂ‌ડિયાઓ માટે સૌથી સુરક્ષિત વિસ્તારોમાં કુબેરનગર ગણાય છે, પરંતુ હવે તેવું નથી રહ્યું, કારણ કે દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ પોલીસે બુટલેગર્સ સામે પાસા જેવું શસ્ત્ર ઉગામ્યું છે.

શહેરમાં સ્ટેટ મો‌નિટરિંગ સેલ, ક્રાઇમ બ્રાંચ, પીસીબી, સ્થાનિક પોલીસ ઠેર ઠેર દારૂના અડ્ડા પર દરાડો પાડી રહ્યાં છે કુબેરનગર, સરદારનગરમાં મોટા ગજાના 86 લિસ્ટેડ બુટલેગર્સ છે, જ્યારે 200 થી વધુ નાના નાના બુટલેગર છે. પોલીસ પાસેથી મળેલી વિગત અનુસાર બુટલેગર્સ હવે પોલીસની કામ કરવાની પદ્ધતિ જાણી ગયા છે, જેના કારણે તે તેમના ઘરમાં કે ગુપ્ત ખાનું બનાવીને દારૂ છુપાવતા નથી. પોલીસની ધોંસથી બચવા અને દારૂનો જથ્થો પોલીસને મળે નહીં તે માટે બુટલેગર્સે અન્ય મકાનોમાં દારૂ છુપાવવાનું શરૂ કરી દીધું છે. કુબેરનગર અને સરદારનગર, નોબલનગરના રહીશો કે જેમના પર કોઇ ક્રિ‌મિનલ કેસ નથી અને તેમને આર્થિક સંકડામણ પણ છે તેવા લોકોના ઘરમાં દારૂ છુપાવવાની તરકીબ અપનાવી લીધી છે. ક્રાઇમ બ્રાંચે બે દિવસ પહેલાં નોબલનગર વિસ્તારમાં આવેલી વાલ્મીકિ આવાસ યોજનાના બંધ મકાનમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો બુટલેગર શ્રવણ ઉર્ફે બ‌િલયા ઠાકોરનો હતો, જે મકાન મા‌લિકને દારૂ છુપાવવા માટેનું ભાડું આપતો હતો. ચાર મકાનમાંથી ક્રાઇમ બ્રાંચે 530 દારૂ અને ‌બિયરની બોટલ કબજે કરી છે. બંધ મકાનમાં દારૂ છુપાવવાનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર કુબેરનગર, સરદારનગર, નોબલનગરનાં 100થી વધુ મકાનોમાં બુટલેગર દારૂ છુપાવવા માટે ભાડું ચૂકવી રહ્યા છે. દારૂની એક પેટીદીઠ 100થી 150 રૂપિયા રોજના આપીને બુટલેગર્સ સ્થાનિક રહીશોના ઘરમાં દારૂ છુપાવી રહ્યા છે. કોઇ રહીશે એક દિવસમાં ચાર કે પાંચ પેટી રાખી હોય તો તે રોજના એક હજારથી પંદરસો રૂપિયા કમાઇ જાય છે. બુટલેગર્સના કારણે રહીશો પણ મહિનામાં 30થી 35 હજાર જેટલું કમાઇ લે છે.


બુટલેગર કા દિમાગ, પડોશી કા ડેરિંગ- અમદાવાદમાં દારૂ છુપાવવા બુટલેગરો ચૂકવી રહ્યાં છે ભાડું.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!