અમદાવાદ : વટવામાં પત્નીની હત્યા, કાતિલ પતિ ગિરફ્તાર.


વટવા વિસ્તારમાં કુતબેઆલ્મ રો હાઉસમાં આજે વહેલી સવારે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ઘરેલું હિંસામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપી પતિને ઝડપી પડ્યો હતો.
વટવામાં કુતબેઆલ્મ રો હાઉસમાં આજે વહેલી સવારે હત્યાનો બનાવ સામે આવ્યો. જેમાં એક મહિલાની હત્યા થઈ હોવાની માહિતી મળતા વટવા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે મહિલાની ગળાના ભાગે બ્લેડ મારી તેના જ પતિ હત્યા કરી ફરાર થઇ ગયો છે. જે ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી.
પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક મહિલા તોફિયાબાનું અને જુનેદખાન પઠાણના લગ્ન 2013માં થયા હતા. જેમના 10 વર્ષના લગ્ન ગાળામાં તેઓને બે સંતાન પણ છે. જે પતિ પત્ની વચ્ચે ચાર દિવસ પહેલા કોઈ બાબતે ઝગડો થતા મહિલા તેના પિયર જતી રહી હતી. જોકે પતિ તેને ગત રોજ મનાવીને પરત ઘરે લઈ આવ્યો હતો. જોકે બાદમાં ફરી બોલાચાલી થતા પતિ જુનેદખાન પઠાણે તેની પત્ની તોફિયાબાનું જ્યારે બાથરૂમમાં હતી ત્યારે તેના ગળામાં ભાગે બ્લેડ મારી હત્યા કરી નાખી. અને પતિ ફરાર થઇ ગયો. જે ઘટનામાં પોલીસને આશંકા છે પત્ની પર શંકા રાખી પતિએ હત્યા કરી હોઇ શકે છે જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી.
હાલ તો ગણતરીના કલાકોમાં પોલીસે હત્યાના ગુનામાં આરોપી પતિને પકડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. પણ જો આરોપી ફરાર થઇ ગયો હોત તો કદાચ પોલીસને તેને પકડવામાં ઘણા દિવસો લાગી ગયા હોત. જોકે પોલીસની સતર્કતાને લઈને આરોપી પતિને પકડવામાં સફળતા રહી અને ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો.


અમદાવાદ : વટવામાં પત્નીની હત્યા, કાતિલ પતિ ગિરફ્તાર.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!