કચ્છમાં કોરોનાના કેસોએ ફરી સદી વટાવી, નવા 129 કેસો.

કચ્છમાં કોરોનાના કેસોએ ફરી સદી વટાવી, નવા 129 કેસો.

Share with:


 કચ્છમાં કોરોનાના કેસો સદી વટાવતા હોય તેમ આજે પણ ૧૨૯ પોઝીટીવ નવા કેસો નોંધાયા હતા. આજે પણ ભુજ અને ગાંધીધામમાં કોરોનાનો રાફડો ફાટયો હતો. બે ત્રણ દિવસથી ઓમિક્રોનના એક પણ કેસ નોંધાતા ન હોવાથી રાહત અનુભવાઈ રહી છે. તો બીજીતરફ અબડાસા અને લખપત તાલુકામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

આરોગ્ય વિભાગે બહાર પાડેલી યાદી અનુસાર, આજે કચ્છના શહેરી વિસ્તારમાં ૧૦૧ અને ગ્રામિણમાં ૨૮ કેસો નોંધાયા હતા. અંજાર શહેરમાં ૧૨, ગ્રામિણમાં ૪, ભચાઉ શહેરમાં ૧૩, ગ્રામિણમાં ૪, ભુજ શહેરમાં ૨૫, ગ્રામ્યમાં ૭, ગાંધીધામ શહેરમાં ૩૨, ગ્રામિણમાં ૩, માંડવી શહેરમાં ૧, ગ્રામિણમાં ૧, મુંદરા શહેરમાં ૧૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫, નખત્રાણા તાલુકામાં ૪ અને રાપર તાલુકામાં ૧ કેસ નોંધાયો હતો. એકટીવ પોઝીટીવ કેસ ૪૬૫ ચોપડે બોલી રહ્યા છે. 

કચ્છના કંડલામાં ૩, નખત્રાણામાં ૩, દહીંસરા-૨, ફોટડી-૨, ભુજપુર-૨, કુકમા-૧, માધાપર-૧, ભુજોડી-૧, વરસામેડી-૧, વીરા-૧, મેઘપર-બો.૧, ચાંદ્રાણી-૧,ચિરઈ નાની-૧, સામખીયાળી-૧, મોરગર-૧, સુખપર-૧, દેવપર-૧, મોટી મઉં-૧, મોટા કપાયા-૧, લાખાપર-૧, કારોઘોઘા ગામે એક કેસ નોંધાયો છે. 

આજે ઉતરાયણ નિમિતે બજારમાં છેલ્લી ઘડીની ઘરાકી જામી હતી પરિણામે બજારમાં ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આ ભીડના પગલે આગામી દિવસોમાં કોરોનાના કેસો વધે તો નવાઈ નહીં.

Share with:


News