પશ્ચિમ રિવરફ્રન્ટ ના પી.આઈ.અને વહીવટદાર મહેન્દ્રસિંહ દ્વારા નદીમાં શરૂ થયા દારૂ જુગારના ધંધા ?

પશ્ચિમ રિવરફ્રન્ટ ના પી.આઈ.અને વહીવટદાર મહેન્દ્રસિંહ દ્વારા નદીમાં શરૂ થયા દારૂ જુગારના ધંધા ?

Share with:


હરીયાળુ દેશ જે સપનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને સ્વચ્છતા અભિયાન આ રિવરફ્રન્ટથી ચાલુ કરવામાં આવ્યું હતું.અને તે જ જગ્યા થી દારૂ – જુગાર – જેવી પ્રવુતિ ઓ પી.આઈ. અને વહીવદાર કરી રહ્યા છે.અમદાવાદ પોલીસ કમિશ્નર ની એક અલગ ટીમ બનાવવામાં આવી છે જે પી.સી.બી. ની ટીમ છે તે આખા અમદાવાદના ખૂણે જઈ દારૂ જુગાર બંધ કરાવી શકે છે પરંતુ અહીં અમદાવાદ શહેરની વાસ્તવિકતા જ કંઈક અલગ જોવા મળી રહી છે.અહીં આજે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટ ની કે જ્યાં અનેક પરિવારો અહીં બાળકો ને લઈ ને ફરવા આવે છે અને સવારે અનેક લોકો મોર્નિંગ વોક કરવા પણ આવે છે જ્યાં હવે બની ગયું છે દારૂ જુગારનું હબ સેન્ટર. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર મહેન્દ્રસિંહ દ્વારા આ દારૂ અને જુગારના સ્ટેન્ડ ની પરમિશન આપવામાં આવેલી છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.જો આવી રીતે ખુલ્લેઆમ દેશી દારૂ ની ભઠ્ઠી અને જુગરનો ધંધો અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ના નદી કિનારાના વિસ્તારમાં ચાલી રહ્યો હોય અને પોલીસ ની નજરમાં ના આવે તે વાત કેવી એ પણ સ્થાનિકો માં ચર્ચાનો વિષય બન્યું છે.રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર મહેન્દ્રસિંહ દ્વારા આ દારૂ અને જુગારના અડ્ડા ઉપર કોઈ જ પ્રકાર ની કાર્યવાહી નહીં કરતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર મહેન્દ્રસિંહ ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.જો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે તો રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર મહેન્દ્રસિંહ ની બહુ મોટી પોલ ખુલી શકે તેમ છે અને સ્થાનિકો માં એ પણ રોષ છે કે આ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર મહેન્દ્રસિંહ ઉપર તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે.

ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડી.જી.પી.અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ અને જુગારની ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તે તાત્કાલિક અસર થી નાબૂદ કરવી અને ગુનેગારો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી.પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો રિવરફ્રન્ટ વેસ્ટ માં ચાલતું આ આશા સામાજિક પ્રવૃત્તિ ને કેમ નથી બંધ કરાવવામાં આવે છે તે મોટો પ્રશ્ન પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.શુ આ ધંધા ની અંદર પોલીસ કમિશનર સાહેબ ના આશીર્વાદ તો નથી તેઓ પણ ચર્ચાનો વિષય આ સેટિંગ એરીયા માટે બની રહ્યું છે

Share with:


News