અમદાવાદ-ફિલ્મી સ્ટાઇલે લાખોની લૂંટ, આંગડીયા પેઢીના કર્મચારીને પગમાં ગોળી મારીને લૂંટી લેવાયા.

અમદાવાદ-ફિલ્મી સ્ટાઇલે લાખોની લૂંટ, આંગડીયા પેઢીના કર્મચારીને પગમાં ગોળી મારીને લૂંટી લેવાયા.

Share with:


અમદાવાદના એક આંગડીયા પેઢીના કર્મચારીને રાત્રી દરમિયાન લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો ઉસ્માનપુરા નજીક હોટલ હયાત પાસે લૂંટનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ગણતરીનાં સમયમાં આરોપીઓને પણ ઝડપી લીધા હતા. જો કે ચોંકાવનારી બાબત છે કે, લૂંટમાં ન માત્ર બંધુકનો ઉપયોગ થયો પરંતુ તેનો પ્રયોગ પણ કરવામાં આવ્યો. આંગડીયા પેઢીના કર્મચારીને પગમાં ગોળી મારીને લૂંટ ચલાવવામાં આવી.મળતી માહિતી અનુસાર ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલા એક આંગડીયા પેઢીના કર્મચારીનો કર્મચારી જીએસઆરટીસીમાં રાત્રી દરમિયાન ઉતર્યો હતો. તે દરમિયાન બે અલગ અલગ વાહનોમાં આવેલા લૂંટારૂઓએ ફાયરિંગ કરી લૂંટ કરી હતી. જોકે આ ફાયરિંગમાં કર્મચારીને પગના ભાગે ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું હતું. જોકે લૂંટમાં કેટલોક મુદ્દામાલ ગઠિયાઓમાં સફળ થયા હતા. બનાવ બનતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગી ગઇ હતી. આંગડીયા પેઢીના માલિકની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, જે બેગ કર્મચારી લઈને આવતો હતો તેમાં જીપીએસ ટ્રેકર ફિટ કરેલું હતું. જેના કારણે પોલીસે જીપીએસની મદદથી શોધખોળ આદરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હોટલ હયાત નજીક બનેલા ફાયરિંગના બનાવને પગલે ત્રણ જેટલા શખ્સોએ લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.

જે માટે અગાઉથી રેકી કરી હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું હતું .ત્યારે ગણતરીના જ કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લેવામાં પણ સફળતા મેળવી હતી. લૂંટમાં ગયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર લૂંટારુએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જ્યારે આરોપીઓની ઝડપી હથિયારો પણ કબજે કર્યા હતા. જોકે હાલ તો ઝડપાયેલા આરોપીની વિધિવત રીતે કોરોનાનો ટેસ્ટ કરાવી બાદમાં પોલીસ ધરપકડ કરાશે. મહત્વનું છે કે બનાવ બનતા જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસમાં લાગી જતાં આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં સફળતા મળી છે.પ્રાપ્ત વિગતો અનુસાર માધવ મગન આંગડિયા પેઢીના કર્મચારીઓ ડીસા થી અમદાવાદ બેગમાં ભરી 4.50 લાખ રોકડ અને 4 થી 5 કિલો ચાંદી ના દાગીના લઈ આવતા હતા.દરમ્યાન લુંટ કરવામાં ઇરાદે લૂંટારુઓએ 2 બાઇક પર 3 શખ્સોએ આવીને પર ફાયરિંગ કર્યું.

Share with:


News