ઓમાઇક્રોન : કોરોનાના નવા વૅરિયન્ટે WHOની ચિંતા વધારી, ભારતમાં

ઓમાઇક્રોન : કોરોનાના નવા વૅરિયન્ટે WHOની ચિંતા વધારી, ભારતમાં

Share with:


 એક વાર કોરોનાના નવા વૅરિયન્ટના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે.

તાજેતરમાં કોરોનાનો સૌથી વધુ મ્યુટેટ થયેલો નવો વૅરિયન્ટ મળી આવ્યો છે. આ મ્યુટેશનની યાદી એટલી લાંબી છે કે એક વૈજ્ઞાનિકે તેને ‘બિહામણું’ ગણાવેલું, જ્યારે અન્ય એક વૈજ્ઞાનિકે તેને અત્યાર સુધીમાં જોયેલો સૌથી ખરાબ વૅરિયન્ટ ગણાવ્યો હતો.

આ તો હજુ શરૂઆત છે. તેમજ આ વૅરિયન્ટના સંક્રમણના મોટા ભાગના કેસો દક્ષિણ આફ્રિકાના વિસ્તારોમાં છે, પરંતુ એવી પણ આશંકા છે કે તે અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે.

તરત જ લોકોનાં મનમાં પ્રશ્નો પણ ઊભા થવા લાગ્યા છે કે આ વૅરિયન્ટ કેટલી ઝડપથી પ્રસરી શકે છે, તેમજ શું તે વૅક્સિનના કારણે સર્જાયેલ રોગપ્રતિકારક શક્તિના કવચને તોડી શકશે અને તે અંગે શું કરવું જોઈએ.અંગે આશંકાઓ તો ઘણી છે, પરંતુ ખૂબ જ ઓછી સ્પષ્ટતા છે.

image

” કોરોનાનો નવો વૅરિયન્ટ કેટલો ખતરનાક?

આ વૅરિયન્ટને હાલ B.1.1.529ના નામથી ઓળખાય છે. પરંતુ શુક્રવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા તેને આલ્ફા અને ડેલ્ટા વૅરિયન્ટ જેવું કોઈ ગ્રીક કોડ-નામ આપવામાં આવી શકે છે.

નોંધનીય છે કે તે ખૂબ જ વધુ પ્રમાણમાં મ્યટેટ થયેલો વૅરિયન્ટ છે. સાઉથ આફ્રિકામાં સેન્ટર ફૉર એપીડૅમિક રિસ્પૉન્સ ઍન્ડ ઇનોવેશનના ડિરેક્ટર પ્રોફેસર તુલિઓ ડી ઓલિવિએરાએ આ વિશે કહ્યું હતું કે, આ વૅરિયન્ટમાં “મ્યુટેશનનું અસામાન્ય સંયોજન હતું” અને તે વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા અન્ય વૅરિયન્ટ કરતાં ‘ખૂબ જ અલગ’ છે.

તેમણે કહ્યું કે, “આ વૅરિયન્ટથી અમે આશ્ચર્યચકિત છીએ, ઉત્ક્રાંતિમાં આ વૅરિયન્ટે મોટી છલાંગ લગાવી છે અને તેનું મ્યુટેશન અમારી અપેક્ષા કરતાં ઘણું વધારે છે.”

મીડિયા સાથે વાતચીત કરતી વખતે પ્રો. ડી ઓલિવિએરાએ કહ્યું કે આ નવા વૅરિયન્ટમાં કુલ 50 મ્યુટેશન હતાં અને 30 કરતાં વધુ સ્પાઇક પ્રોટિન હતા.જે આપણા દ્વારા વિકસિત મોટા ભાગની રસીઓનું લક્ષ્ય છે. સાથે જ આ જ એ ચાવી છે જેના થકી વાઇરસ આપણા શરીરમાં પ્રવેશે છે.

થોડી વધુ નિકટથી તપાસ કરતાં આ વાઇરસના રિસેપ્ટર બાઇન્ડિંગ ડોમેઇન (વાઇરસનો એ ભાગ જે આપણા શરીરના સંપર્કમાં સૌપ્રથમ આવે છે.),માં દસ મ્યુટેશન છે. નોંધનીય છે કે ડેલ્ટા વાઇરસમાં આ મ્યુટેશન માત્ર બે જ હતાં. જે ઘણા દેશોને પોતાની બાનમાં લઈ ચૂક્યો છે.

આટલું વધુ મ્યુટેશન કોઈક એક દર્દી કે જેઓ આ વાઇરસને હરાવવામાં અસફળ રહ્યા હોય તેમના કારણે થયાં હોઈ શકે.

પરંતુ હાલ ચિંતાની બાબત એ છે કે આ વાઇરસ ચીનના વુહાનમાં સામે આવેલા વાઇરસની તુલનામાં ઘણો અલગ છે. તેનો અર્થ એ થયો કે ઑરિજિનલ વાઇરસના સ્ટ્રેઇનના ઉપયોગથી તૈયાર કરાયેલ રસી આ વાઇરસ માટે અસરકારક ન પણ નીવડે.

અમુક મ્યુટેશન અગાઉના વૅરિયન્ટમાં દેખાઈ ચૂક્યાં છે, જે આ વૅરિયન્ટમાં તેમની ભૂમિકા અંગે અમુક માહિતી આપી શકે છે.

જેમ કે, N501Yએ કોરોના વાઇરસને ઝડપથી ફેલાવવા માટે સક્ષમ બનાવે છે. તે સિવાય ઍન્ટિબોડી માટે વાઇરસની ઓળખને મુશ્કેલ બનાવનારા અમુક મ્યુટેશન પણ છે જે વૅક્સિનને ઓછી અસરકારક બનાવે છે, પરંતુ તે સિવાય કેટલાક તદ્દન નવાં મ્યુટેશન પણ છે.

સાઉથ આફ્રિકામાં યુનિવર્સિટી ઑફ ક્વાઝુલુ-નૅટલના પ્રોફેસર રિચર્ડ લેઝલ્સ કહે છે કે, “નવાં મ્યુટેશનોને કારણે ચિંતા સર્જાઈ છે કે તેના કારણે વાઇરસની પ્રસારક્ષમતા વધી શકે છે, તેમ જ આપણી રોગપ્રતિકારક શક્તિને લગતી આવડતને પણ અસરગ્રસ્ત બનાવી શકે છે.”

એવા ઘણા વૅરિયન્ટ મળી આવ્યા છે જે કાગળ પર તો બિહામણા લાગતા હોય પરંતુ તે બિલકુલ બેઅસર હોય. આવી જ રીતે બીટા વૅરિયન્ટ અંગે આ વર્ષની શરૂઆતમાં ઘણી ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી હતી કારણ કે તે રોગપ્રતિકારક શક્તિના કવચને બાયપાસ કરી શકતો હતો. પરંતુ છેલ્લે તો સૌથી ઝડપથી ફેલાતા ડેલ્ટા વૅરિયન્ટે લોકોને બાનમાં લઈ લીધા હતા.

કૅમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર રવિ ગુપ્તા જણાવે છે કે, “બીટા માત્ર રોગપ્રતિકારક શક્તિથી બચી શકતું હતું, પરંતુ ડેલ્ટા ઇન્ફેક્શન લગાડી પણ શકતો હતો તેમજ રોગપ્રતિકારક શક્તિથી બચવામાં પણ સક્ષમ હતો.”

“. દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ કેસ.

કોરોના સામે રક્ષણ આપતી રસી આ નવા વૅરિયન્ટ સામે કેટલી અસરકારક રહેશે?

વૈજ્ઞાનિક અભ્યાસોથી ચિત્ર વધુ સ્પષ્ટ થશે, પરંતુ વાસ્તવિક જગતમાં આ વાઇરસના અવલોકનથી જ વધુ ઝડપથી તે અંગે સ્પષ્ટતા થવા લાગશે.

હમણાં કોઈ પણ પરિણામ પર આવવું ઉતાવળ કહેવાશે, પરંતુ ચિંતાજનક સંકેતો દેખાવાનું શરૂ થઈ ચૂક્યું છે.

દક્ષિણ આફ્રિકાના ગોટેન્ગ પ્રાંતમાં 77 એકદમ કન્ફર્મ કેસો મળી આવ્યા છે, બોત્સવાનામાં ચાર અને હૉંગકૉંગમાં એક. (જે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ સાથે સીધો સંકળાયેલ કેસ છે.)

જોકે, કેટલાક એવા પુરાવા છે જે એ બાબત તરફ ઇશારો કરે છે કે આ વાઇરસ વધુ પ્રસર્યો છે.

આ વૅરિયન્ટ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં વિચિત્ર પરિણામ આપે છે અને તેનો ઉપયોગ આ વૅરિયન્ટને જિનેટિક એનાલિસિસ કર્યા વગર ટ્રૅક કરી શકાય છે.

તે સૂચવે છે કે ગોટેન્ગ પ્રાંતના 90 ટકા કેસો આ વૅરિયન્ટવાળા હોઈ શકે તેમજ સાઉથ આફ્રિકાના મોટા ભાગના પ્રાંતોમાં આ વૅરિયન્ટ ફેલાઈ ચૂક્યો હોઈ શકે.

પરંતુ આના કારણે આપણે એ તારણ પર ન આવી શકીએ કે આ વૅરિયન્ટ ડેલ્ટા કરતાં ઝડપી ગતિથી ફેલાય છે. કે તે વધુ ઘાતક છે કે તે રોગપ્રતિકારક શક્તિનું કવચ તોડવામાં વધુ પારંગત છે.

આ સિવાય આ તમામ માહિતી પરથી એ પણ સ્પષ્ટ નથી થતું કે વધુ વૅક્સિનેશન રેટવાળા દેશોમાં વૅરિયન્ટ કેટલી ઝડપથી ફેલાઈ શકશે. કારણ કે સાઉથ આફ્રિકામાં 24 ટકા લોકોને હજુ સંપૂર્ણપણે રસી મળી ચૂકી છે. જોકે, દેશના મોટા ભાગના લોકોને કોરોના જરૂર થઈ ચૂક્યો છે.

તેથી અંતે એટલું કહી શકાય કે હવે આપણી આસપાસ એક નવો વૅરિયન્ટ છે જે ચિંતાનો વિષય છે. તેમજ તેના પર સતત નજર રાખવી પડશે. આ સિવાય આ આ નવો વૅરિયન્ટ નવા પ્રશ્નો પણ ઊભા કરે છે જે છે હવે શું કરવું અને ક્યારે. આ મહામારી પરથી શીખવા જેવો સબક એ છે કે તમે તમામ જવાબો મેળવી લો ત્યાં સુધી જંપીને બેસી ન રહી શકો..!

Share with:


News