કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારજનો માટે સારા સમાચાર, અમદાવાદ કલેક્ટરે જાહેર કરી સહાય માર્ગદર્શિકા.

કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારજનો માટે સારા સમાચાર, અમદાવાદ કલેક્ટરે જાહેર કરી સહાય માર્ગદર્શિકા.

Share with:


અમદાવાદઃ કોવિડ-19 મૃત્યુઆંકના(Covid-19 Death Toll) લઇને વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટની(State Government Supreme Court) ફટકાર બાદ સહાય આપવાનું કબૂલ્યું હતું અને અમદાવાદ જિલ્લા કલેક્ટરોને(Ahmedabad Collector) સૂચનાઓ આપી હતી. ત્યારે અમદાવાદ જિલ્લામાં કોવિડ -19ના કારણે મૃત્યુ(covid-19 Death) પામેલા નાગરિકો વારસદારોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય(SDRF Help) આપવા બાબત માર્ગદર્શિકા-ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

મૃતકના વારસદારો વેબસાઈટ પર અરજી ફોર્મ મેળવી શકાશે

મૃતકના વારસદારો અરજી ફોર્મ મેળવવા માટે જિલ્લા કલેકટરની વેબસાઇટ અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ તાલુકાઓના જન સેવા કેન્દ્રો(Public Service Centers) અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિટી સિવિક સેન્ટર ખાતે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) વેબસાઈટ દ્રારા તમામ ગ્રામ પંચાયત કચેરી અને નગરપાલિકાની જન્મ-મરણ રજિસ્ટ્રાર ઓફિસ ખાતે અને તાલુકા હેલ્થ ઓફિસ ખાતેના સ્થળોથી અરજી ફોર્મ મેળવી શકાશે.

અરજદારે શું કરવાનું રહેશે

અરજદારે રહેણાક વિસ્તારની જે તે તાલુકાની મામલતદારની કચેરીએ અરજી ફોર્મ ભરી જમા કરવાનું રહેશે. અરજી ફોર્મ સાથે નિયત કરવામાં આવેલા જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. અરજી સાથે રજૂ કરવાના દસ્તાવેજોમાં સહાય મેળવવા માટે અરજી સાથે જરૂરી પુરાવાઓમાં કોવિડ 19 મૃતકના મરણનું પ્રમાણપત્ર(death of certificate covid 19), ફોર્મ-4 (હોસ્પિટલમાં મૃત્યુ થયુ હોય તો), ફોર્મ-૪-A(અન્ય કિસ્સામાં મૃત્યુ થયું હોય તો), RTPCR રિપોર્ટ, આધારકાર્ડ, વારસદારની બેંક ખાતાની વિગત, એક જ વારસદાર હોય તો સાદા કાગળ પર ડેકલેરેશન, એકથી વધુ વારસદાર હોય તો અન્ય વારસદારની સંમતિ સાથેની એફિડેવિટ જોડવાની રહેશે..!

નીચે દર્શાવેલી બાબતોને Covid-19 Death તરીકે ગણવામાં આવશે

  1. કોવિડ -19 પરીક્ષણની(Covid-19 test) તારીખથી અથવા ક્લિનિક્લી કોવિડ -19 પોઝિટિવ કેસ તરીકે નક્કી થયાની તારીખથી 30 દિવસના સમયગાળામાં હોસ્પિટલની અંદર કે બહારના દર્દીના મૃત્યુને કોવિડ -19 ને કારણે મૃત્યુ તરીકે ગણવામાં આવશે.
  2. કોવિડ -19 દર્દી હોસ્પિટલ/ઈન પેશન્ટ ફેસિલિટીમાં સારવાર લેતા હોય તે દરમિયાન અને 30 દિવસ પછી પણ આ જ સારવાર ચાલુ રહે અને ત્યાર બાદ મૃત્યુ પામે તેને કોવિડ -19 મૃત્યુ તરીકે ગણવામાં આવશે.
  3. કોવિડ -19 પોઝિટિવ દર્દી સાબિત થયાના 30 દિવસની અંદર આત્મહત્યા કરે તો આવા કિસ્સામાં સહાય(Covid-19 help) મેળવવા પાત્ર છે. પરંતુ ઝેર, હત્યા, અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં સહકોવિડ ઘટના હોય તો પણ કોવિડ -19 મૃત્યુ ગણાશે નહી.

Share with:


News