ગુરુનાનક 552મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ, વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

ગુરુનાનક 552મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ, વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

Share with:


સિંધી સમાજના આરાધ્યદેવ ભગવાન ગુરુનાનક્ની 552મી જન્મજયંતિની પાટણ શહેરમાં આજે શુક્રવારના રોજ હર્ષોલ્લાસભેર ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે ભગવાન ગુરુનાનકનાં મંદિરને વિશિષ્ટ ફુલોની આંગીથી શણગારવામાં આવ્યુ હતું. તો મંદિર પરીસર ખાતે વહેલી સવારથી જ ભગવાનનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ગુરુનાનક જયંતિ નિમિત્તે પાટણના ગોળશેરી વિસ્તારમાં આવેલા ગુરુનાનક મંદિર ખાતેથી ભગવાન ગુરુનાનકની પગપાળા પ્રભાતફેરી યોજવામાં આવી હતી. આ પ્રભાતફેરીમાં જોડાયેલા સમાજની યુવતીઓએ વિશિષ્ટ પોશાકમાં સજજ થઈ જે માર્ગો પરથી ભગવાનની પ્રભાતફેરી પસાર થવાની હતી તે માર્ગો સ્વચ્છ કર્યા હતા. ત્યારબાદ આ માર્ગો પર પાણીનો છંટકાવ કરી ફુલોની ચાદર બીછાવી ગુરુનાનકની પ્રભાતફેરીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.પ્રભાતફેરીમાં ગુરુનાનકના ધર્મપુસ્તકને મસ્તક પર ધારણ કરવામાં આવ્યુ હતું, જેનો સમાજના સૌ કોઈ શ્રધ્ધાળુઓએ અમૂલ્ય લ્હાવો લીધો હતો. નીજ મંદિર ખાતેથી ગુરુનાનક ભગવાનની શોભાયાત્રાના પ્રસ્થાન પૂર્વે સિંધી સમાજના શ્રધ્ધાળુ ભક્તોએ ગુરુનાનકની વેદપાઠિકાને મસ્તક ઉપર ધારણ કરી વાજતે ગાજતે શણગારેલી કારમાં ગુરુનાનકની પ્રતિમા પાસે મુકી હતી. તો આ શોભાયાત્રામાં સમાજની યુવાન મહિલાઓ ગુરુનાનકની પાઘડીના પોશાકમાં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાઈ હતી. તો સિંધી સમાજના યુવાનો તેમજ શીખ ભાઈઓએ હાથમાં તલવાર ધારણ કરી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્યારબાદ આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી વાઘેશ્વરી માતાની વાડી ખાતે સંપન્ન થઇ હતી, જ્યાં સમસ્ત સિંધી સમાજના લોકોએ ભગવાન ગુરુનાનકને શીશ ટેકવી ધન્યતા અનુભવી હતી…!

Share with:


News