ઈંડાં ખાવાં પણ હવે  બીજા રાજ્યમાં જવું પડશે ?

ઈંડાં ખાવાં પણ હવે બીજા રાજ્યમાં જવું પડશે ?

Share with:


ગુજરાત અને નૉન-વેજ… આ બે શબ્દની અત્યારે ગુજરાત સહિત આખા દેશમાં અનેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે.

અને તેનું કારણ છે વડોદરા, રાજકોટ, ભાવનગર બાદ અમદાવાદમાં ઈંડાં અને નૉન-વેજની લારીઓ હઠાવવાની પ્રક્રિયા.કમિટી ચૅરમેન દેવાંગ દાનીએ કહ્યું છે કે નૉન-વેજ ખોરાકના સ્ટૉલ જાહેર રસ્તા પર ઊભા રાખવાની પરવાનગી આપવામાં નહીં આવે અને સાથે જ સ્કૂલ, કૉલેજ અને ધાર્મિક સ્થળના 100 મીટરના અંતર સુધી આ સ્ટૉલ ઊભા રાખી શકાશે નહીં.

મુખ્ય મંત્રી ભૂરેન્દ્ર પટેલે પણ કહ્યું છે કે જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. તેમણે કહ્યું હતું, “કોઈ વેજ ખાય, નૉન-વેજ ખાય એનાથી અમને કોઈ જ વાંધો નથી. પ્રશ્ન લારીમાં વેચાતા ખાદ્યપદાર્થ સ્વાસ્થ્યને હાનિકારક ન હોય તેટલા પૂરતો જ છે. ક્યાંક ટ્રાફિકને અડચણરૂપ હોય તેવી લારીને હઠાવવી પડે તો હઠાવવામાં આવે.”

પરંતુ જે દેખાઈ રહ્યું છે તે એ છે કે ઘણી જગ્યાએથી લારીઓ હઠાવવામાં આવી છે.

Share with:


News