કંગના  આપ્યું ફરી વિવાદાસ્પદ નિવેદન, કહ્યું ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી અપાય.

કંગના આપ્યું ફરી વિવાદાસ્પદ નિવેદન, કહ્યું ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી અપાય.

Share with:


કંગન  એક વાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઈને તે ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વખતે કંગનાએ ગાંધી જી પર ખરાબ ટિપ્પણી કરી છે. જેના કારણે તે વિવાદોમાં આવી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંગનાએ લાંબા મેસેજ કરીને ગાંધીજી પર નિશાન સાંધ્યું છે. જેમા તેમણે ગાંધીજીને સત્તાના ભૂખ્યા ગણાવ્યા છે. 

ઈન્સ્ટા સ્ટોરીમાં કંગનાએ લખી પોસ્ટ 

વધુમાં કંગનાએ એવું કહ્યું હતું કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી થાય. આ ઉપરાંત ઈન્સ્ટા સ્ટોરીમાં કંગનાએ એવું પણ લખ્યું છે કે પોતાનો હિરો સમજદારીથી પસંદ કરો. કંગનાએ સમગ્ર મામલે એવું નિવેદન પણ આપ્યું છે કે ઝાપટ મારવા વાળા સામે બીજો ગાલ આગળ કરશો તો તમને આઝાદી નહી મળે.

અગાઉ પણ વિવાદિત બાયન આપ્યું હતું 

આપને જણાવી દઈએ કે કંગનાએ થોડાક દિવસો પહેલા આઝાદીને લઈને જે નિવેદન આપ્યું હતું હતું તેને લઈને મામલો હજું ઠંડો નથી પડ્યો ત્યા તો ફરી તેણે સોશિયલ મીડિયા પર આપત્તીજનક પોસ્ટ મુકી છે.  પોસ્ટમાં કંગનાએ એવું લખ્યું છે કે જે લોકો સ્વતંત્રતા માટે લડ્યા છે. તેમણે પોતાનો તેમના માલિકોને સોંપી દીધા. જેમનું લોહી નહોતું ઉકળતું પણ તેઓ સત્તાના ભૂખ્યા અને ચાલાક હતા.

ગાંધીજીએ ક્યારેય નેતાજી અને ભગતસિંહને સપોર્ટ ન કર્યો 

ઉલ્લેખનીય છે કે કંગનાએ તેની બીજી પોસ્ટમાં એવું પણ કહ્યું કે ગાંધીએ ક્યારેય ભગતસિંહ કે નેતાજીને સપોર્ટ નથી કર્યો. સાથેજ તેણે આડકતરી રીતે કહ્યું કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી થાય. સાથેજ તેણે કહ્યું કે લોકોને તેમનો ઈતિહાસ અને તેમના ખરા હિરો વિશે ખબર હોવી જોઈએ..! 

Share with:


News