અમદાવાદ શહેર ના નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દ્વારા દરોડામાં 386 દારૂની બોટલ મળી.

અમદાવાદ શહેર ના નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દ્વારા દરોડામાં 386 દારૂની બોટલ મળી.

Share with:


રાજ્યમાં અલગ અલગ જગ્યા પર દારૂના કેસો સામે આવી રહ્યા છે.ગુજરાતમાં દારૂ માટે સ્થાનિક પોલીસ નિષ્ક્રિય અથવા આંખ આડા કાન કરતી હોવાનું નકારી શકાય તેમ નથી.અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની હદમાં 1.46 લાખથી વધુ દારૂનો જથ્થો SMCએ પકડી પાડ્યો છે.


રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી છે.જેમાં હાલ તાજેતરમાં દાહોદ,ડભોડા અને પછી નિકોલમાં દારૂનો મોટો જથ્થો SMCએ પકડી પાડ્યો છે.જોકે અમદાવાદમાં રિંગ રોડ પાસે આવેલા પોલીસ સ્ટેશનો અને અધિકારીઓ મોટી ગોઠવણ કરી ચર્ચા થઇ રહી છે.શુક્રવારના રોજ નિકોલ પોલીસ સ્ટેશનની પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે એક દારૂનો ટેમ્પો પકડી પાડ્યો હતો જેમાં 386 દારૂની બોટલ મળી આવી હતી.જેની કિંમત આશરે 1.46થી વધુમાં થતી હોય છે.પોલીસે એક આરોપી સહીત 3.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.


અમદાવાદ રિંગરોડ એ દારૂના કટીંગ અને શહેરમાં દારૂના પ્રવેશ માટેનો પ્રવેશ સ્થળ છે. અગાઉ ગુજરાતના મોટા બુટલેગર બંસી સરદારનગરમાં સાવન બુટલેગર પાસે દારૂ ઠાલવતા હતા, જ્યાંથી નાના બુટલેગરો શહેરમાં માલ પહોંચાડતા હતા. બંસી પકડાયા બાદ પણ તેનો ભાઈ હજુ પણ દારૂના ધંધામાં છે જે વિજિલન્સની તપાસમાં ખુલ્યું છે. ઓઢવ રીંગરોડ, નિકોલ રીંગરોડ, નારોલ અને નરોડા રીંગ રોડ પર દારૂની ગાડીઓનું કટિંગ થતું હોય છે .જે અગાઉ તપાસમાં સામે આવ્યું છે…!

Share with:


News