લાકડા ગેંગના મુખ્ય સૂત્રધાર વોન્ટેડ આરોપી યોગેશ દ્દદ્દાને પોલીસે મુર્ગો બનાવ્યો – ઝોન-૫ DCP અચલ ત્યાગી.

લાકડા ગેંગના મુખ્ય સૂત્રધાર વોન્ટેડ આરોપી યોગેશ દ્દદ્દાને પોલીસે મુર્ગો બનાવ્યો – ઝોન-૫ DCP અચલ ત્યાગી.

Share with:


ધાક જમાવીને ડરાવી ધમકાવીને ઊંચા વ્યાજ વસુલતો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અવાર નવાર ગુનાહિત પ્રવુર્તિઓ બનતી રહેતી હોય છે.અને એમાં પણ અમરાઈવાડી વિસ્તારમાં તો જાણે ગુના કરવાની હોડ લાગી હોય તેમ હત્યા,હત્યાના પ્રયાસ, મારામારી સહિતના ગુનાઓની તો જાણે કઇ નવાઇજ નથી.સામાન્ય લોકો પર પોતાની ધાક જમાવીને ડરાવી ધમકાવીને ઊંચા વ્યાજ પર રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરતા.

અમરાઇવાડીના હાટકેશ્વર વિસ્તારના કુખ્યાત લાકડા ગેંગના મુખ્ય સૂત્રધાર યોગેશ ગુપ્તા ઉર્ફે દ્દદ્દાની ઝોન-5 DCP સ્ક્વોડે ધરપકડ કરી છે. છેલ્લા 4 મહિનાથી યોગેશ દ્દદ્દા ફરાર હતો અને અને ઝોન-5 DCP અચલ ત્યાગીનો એટલો ખોફ એના મનમાં વ્યાપી ગયો હતો કે તે પોલીસથી બચવા માટે આમ તેમ હવાતિયાં મારતો હતો.

4 મહિના અગાઉ ખોખરામાં રહેતા સુરેશ નામના વ્યક્તિને 20 હજાર રૂપિયા વ્યાજ પર આપીને 10 % જેવું તગડું વ્યાજ વસૂલ કરતો હતો અને જો વ્યાજ આપવામાં સેજ પણ આગળ પાછળ થાય તો તેના છેલબટાઉ ફંટરીયા અર્જુન મુદલીયાર દ્વારા તેને ધમકાવતો અને તેની ઇડલીની લારી પર જઈને રુઆબ મારતા અને રૂપિયા ના આપવા પર મારવાની ધમકી આપતો.આટલેથી ન અટકતા ગુનેહગારો ને સંરક્ષણ આપતો હતો.

અંગત સૂત્રો પાસે મળતી માહિતી મુજબ 4 મહિના અગાઉ હાટકેશ્વરમાં જ રહેતા વેપારી અજય અય્યર પર યોગેશ દ્દદ્દાના સાગરીત લંબર મુંછયો છટક છછુંન્દર અર્જુન મુદલીયારે જૂની અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં વેપારીનો આબાદ બચાવ થયો હતો અને અર્જુન મુદલીયાર 15 દિવસ સુધી ફરાર હતો. યોગેશ દ્દદ્દા પર આરોપ છે કે અર્જુનને 15 દિવસ સુધી તેને સંરક્ષણ આપ્યું હતું અને પૈસે ટકે તમામ મદદ કરી હતી. જે વાત DCP અચલ ત્યાગીના ધ્યાને આવતા તાત્કાલિક ટિમ બનાવીને આકાશ પાતાળ એક કરીને અર્જુનને દબોચી લીધો હતો પરંતુ યોગેશ દ્દદ્દા ત્યારથી ફરાર થઈ ગયો હતો.

DCP એ યોગેશ ને પૂછપરછ માટે બોલાવતા તે આવતો ન હતો અને ગલ્લા તલ્લા બતાવતો હતો પરંતુ DCP એ દમ મારતા યોગેશ ભૂગર્ભ માં ઉતરી ગયો હતો. યોગેશ દ્દદ્દાને પકડવા માટે DCP અચલ ત્યાગીએ તો પોતાના સ્ટાફના માણસોની કોલ લિસ્ટ પણ કઢાવી હતી કેમ કે અમરાઈવાડી પોલીસ માંથીજ કોઈ ફુટેલી કારતુસ હતી કે જે રજેરજ ની માહિતી દ્દદ્દા સુધી પહોંચાડતું હતું. જેથી DCP અચલ ત્યાગીએ આખે આખા અમરાઈવાડી ડી-સ્ટાફનું વિસર્જન કરી દીધું હતું. દ્દદ્દો DCP ની જપેટમાં આવતા તરફડીયા મારવા લાવ્યો હતો પરંતુ DCP અચલ ત્યાગીએ દ્દદ્દાની શાન ઠેકાણે લાવી દીધી હતી.

  • DCPના ખૌફથી ગુનેગારો વિસ્તાર છોડીને ભાગી ગયા..

દ્દદ્દાને હાટકેશ્વરમાં ભરાતા શાકમાર્કેટમાં જ મુર્ગો બનાવીને રોડ પર બેસાડ્યો હતો. જેથી એક વાત સાબિત થાય છે કે ગુનેગાર ગમે એટલો મોટો કેમના હોય DCP જેવા કડક અધિકારીના હાથે આવેતો એક ઝાટકે સીધો દોર થઈ જાય. અત્યારે અમરાઈવાડી સહિત સમગ્ર ઝોન-5 માં ગુનેગારોની ઊંઘ હરામ થઈ ગઈ છે.જ્યારથી ગૌરાંગ, કુણાલ, અને કાંચા પર DCP એ ગુંડા એકટ લગાવ્યો છે ત્યારથી ગુનેગારોમાં DCP અચલ ત્યાગીના નામનો ખૌફ વ્યાપી ગયો છે.અમુક ગુનેગારો તો વિસ્તાર છોડીને ભાગી ગયા છે…!

Share with:


News