સરદારનગર હાંસોલમાં કારે મહિલાને ટક્કર મારતા જ ઘટના સ્થળે જ મોત.

સરદારનગર હાંસોલમાં કારે મહિલાને ટક્કર મારતા જ ઘટના સ્થળે જ મોત.

Share with:


અમદાવાદના હાંસોલ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક રાહદારી મહિલાનું મોત નિપજ્યું છે, પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે મહિલાને અડફેટે લેતા મહિલાને ગંભીર ઈજા થઈ હતી, કારે મહિલાને ટક્કર મારતા જ મહિલા હવામાં ફંગોળાઈ હતી જેમાં તેના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. 

જો કે અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી કાર મુકીને ફરાર થઈ ગયો છે. મહત્વનું છે કે અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક કાર ચાલક પૂરપાટ ઝડપે મોતેલા સાંઢને જેમ કાર લઈને આવી રહ્યો છે, આ દરમિયાન કાર ચાલેક સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવે છે અને સામે આવતી બીજી કારને અડફેટે લઈ લે છે તે પહેલા રસ્તા પરથી પરસાત થતા એક મહિલા રાહદારીને અડફેટનો ભોગ લે છે, મહિલાની કાર સાથે ટક્કર થતા તે હવામાં ફંગોડાઈ જાય છે અને તેનું મોત નિપજ્યે છે, જો કે સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. .!

Share with:


News