અંતે 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અનિલ સ્ટાર્ચના માલિકની ધરપકડ.

અંતે 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અનિલ સ્ટાર્ચના માલિકની ધરપકડ.

Share with:


અંતે 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અનિલ સ્ટાર્ચના માલિકની ધરપકડ.
માહિતગાર સૂત્રો દ્વારા-ભૂતકાળ ના સમય માં ફરજ બજાવતા અધિકારી કેલ્વીન કાપડિયાનાં સમયે પાર્ટીના હિતમાં ટેક્સનાં નિયમ મુજબ ટેક્સ વસુલ લીધા વગર કંપની નું નામ બદલવામાં આવ્યું..

અમદાવાદ ક્રાઇમ રૂપિયા 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અનિલ સ્ટાર્ચ મિલના અમૂલ શેઠની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જેસલમેરની એક હોટલમાંથી અમૂલ શેઠની ધરપકડ કરી છે. અત્રે નોંધનીય છે કે, અમૂલ શેઠ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી ચૂક્યો છે. તમને જણાવી દઇએ કે, અમૂલ શેઠ પોતે અનિલ સ્ટાર્ચ મિલનો માલિક છે.છ પેટા કંપનીઓ સ્થાપી અનિલ સ્ટાર્ચ કંપનીના પ્રમોટરોએ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રૂ.1500 કરોડનું જે કૌભાંડ આચર્યં હતું તેમાં એક મહત્ત્વની સફળતા સ્વરૂપે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રમોટર્સમાંથી મુખ્ય અમૂલ શેઠને રાજસ્થાનના જેસલમેરની સૂર્યગઢ હોટલમાંથી ઝડપી લઈને અમદાવાદ લાવ્યા હતા. પોલીસે આરોપી અમૂલ શેઠને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

આ ઉપરાંત, આ જ કૌભાંડમાં સંડોવાયેલા શીવપ્રસાદ કાબરાને પણ ઝડપી લેવાયા છે. બીજી તરફ અનિલ સ્ટાર્ચના માલિક અમૂલ શેઠની ધરપકડ થયાની જાણ અન્ય રોકાણકારોને થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ભોગ બનેલાઓ ફરિયાદ કરવા દોડી ગયા છે. પણ કંપનીના અન્ય માલિકો ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે.

અનિલ સ્ટાર્ચના કંપનીના માલિક અમૂલ શેઠ, અનીસ શેઠ, કમલ શેઠ, પાયલ શેઠ સહિત અન્યો સામે રોકાણકારોએ બે દરમિયાન ગાંધીનગર મુખ્યમંત્રી, સીઆઈડી ક્રાઈમ સહિત અન્ય જગ્યાએ ફરિયાદો કરી હતી. જો કે, અમૂલ શેઠ રાજકીય પીઠબળ ધરાવીને તેમની સામેની ફોજદારી કાર્યવાહી અઢી વર્ષથી દબાવી રાખવામાં સફળ રહ્યા હતા.

બીજી તરફ અનિલ સ્ટાર્ચ કંપનીમાં રોકાણ કરનાર હજારો રોકાણકારો અને બેંકો પાસેથી બે બજાર કરોડથી વધુની ડિપોઝીટો ઉઘરાવીને વ્યાજ કે નાણાં નહીં આપતા અમદાવાદની કોર્ટમાં 700 જેટલી ચેક રીર્ટનની ફરિયાદો કરી હતી. જેમાં કોર્ટો દ્વારા વોરન્ટો કાઢવામાં આવ્યા હતા. જો કે, અમૂલ શેઠ ગાંધીનગર ફાર્મ હાઉસમાં રહેતા હોવાથી વોરન્ટની બજવણી થઈ શકતી નહોતી. કરોડોનું ફુલેકુ ફેરવનાર અમૂલ શેઠે ચાર વર્ષ પહેલો તેનો જન્મદિન ગાંધીનગર ફાર્મ હાઉસમાં ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં મોટી હસ્તીઓ અને ફુલેકુ ફેરવનારાઓ હાજર રહ્યા હતા.

અનિલ સ્ટાર્ચ લીસ્ટેડ કંપની હોવાથી શેર હોલ્ડરો સિવાય કોઈ પાસેથી ડિપોઝીટ લઈ શકે નહીં. જેથી તેના પ્રમોટરો દ્વારા અનિલ ટ્રેડ, યુનિક એકમાર્ટ, અનિલ લીમીટેડ સહિત છ કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. અનિલ સ્ટાર્ચના નામે આ કંપનીઓમાં ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ડિપોઝીટરોને લોભામણી જાહેરાતો આપીને કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા. રોકાણકારોના નાણાં કોર્પોરેટ ડીપોઝીટ તરીકે અનિલ સ્ટાર્ચમાં પ્રમોટરો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતુ. ડીપીઝીટરોને વ્યાજ કે, નાણાં નહીં મળતા કંપનીમાં હોબાળો કરતા ચેકો આપવામાં આવ્યા હતા. જે ચેકો પણ પરત ફરતા કંપનીમાં રજૂઆત કરી હતી…..!

Share with:


News