વિવાદ:નરોડામાં ‘અમારી હદમાંથી દારૂના કેસ કેમ લઈ જાવ છો’ કહી 5નો પોલીસ પર હુમલો.

વિવાદ:નરોડામાં ‘અમારી હદમાંથી દારૂના કેસ કેમ લઈ જાવ છો’ કહી 5નો પોલીસ પર હુમલો.

Share with:


પ્રોહિબિશનની ડ્રાઇવ ચાલતી હોવાથી નરોડા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક એક્ટિવાચાલકને રોકી એક્ટિવાની તપાસ કરવાનું કહેતાં, બે મહિલા સહિત પાંચ લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી કપડાં ફાડી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે વધુ પોલીસ સ્ટાફ આવી જતાં પાંચેય સામે ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ હતી.

નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આઝાદસિંહ સ્ટાફ સાથે પ્રોહિબિશન ડ્રાઇવ માટે જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક એક્ટિવાચાલક શકમંદ હાલતમાં દેખાતા તેને રોકીને ડેકી ચેક કરવાનું કહેતા ઉશ્કેરાયેલા એક્ટિવાચાલકે ‘તમે નરોડા પોલીસ અમારી હદમાંથી કેમ દારૂનો કેસ લઈને જાવ છો’ તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો. પોલીસકર્મીએ શાંત રહેવાનું કહેતા એક્ટિવાચાલકે કોઈને ફોન કરી રિંગરોડ પર આવવા જણાવ્યું હતું.

દરમિયાન બે મહિલા સહિત પાંચ લોકોએ ભેગા મળી પોલીસકર્મીઓને ગાળો બોલીને મારી નાખવા તથા ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી હતી. આથી પોલીસકર્મીઓએ વધુ પોલીસ સ્ટાફને બોલાવતાં, ઉશ્કેરાયેલી બે મહિલા સહિત પાંચે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી વરદીનાં બટન તોડી નાખ્યાં હતાં. બીજી બાજુ આ બે મહિલાએ પોતાની જાતે જ પોતાના કપડાં ફાડી તમામ પોલીસકર્મી વિરુદ્ધ ખોટો કેસ કરી વરદી ઉતરાવવાની ધમકી આપી હતી, જેથી મહિલા પોલીસકર્મી, ડીસ્ટાફ તેમને નરોડા પોલીસ સ્ટેશને લાવી, તમામની વિરુદ્ધ કામગીરીમાં અડચણ, પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી સહિતનો ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી. પૂછપરછમાં પાંચેયે તેમનાં નામ બહાદુરસિંહ જાડેજા, રજની જાડેજા, ચેતના જાડેજા, પ્રતાપસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા હોવાનું જણાવ્યું હતું..!

Share with:


News