અમદાવાદના ઓઢવમાં કુટણખાનાના ભાજપના કોર્પોરેટરે કરી રેડ.  પોલીસના હક્કા બક્કા પોલીસ ફરિયાદ.

અમદાવાદના ઓઢવમાં કુટણખાનાના ભાજપના કોર્પોરેટરે કરી રેડ. પોલીસના હક્કા બક્કા પોલીસ ફરિયાદ.

Share with:


રાકેશકુમાર યાદવ દ્વારા.

અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓએ ગેસ્ટ હાઉસના નામે કુટણખાના  ચાલતા હોવાની અનેક ઘંટાઓ સામે આવતી રહે છે. જેના કારણે સામન્ય માણસો આવી જગ્યાનો વિરોધ કરતા હોય છે અને પોલીસ પણ આવી જગ્યાઓ સામે પગલાં લેતી હોય છે. ત્યારે અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં પણ આવી એક ઘટના બની છે. ઓઢાવમાં રાધે ગેસ્ટ હાઉસ નામની જગ્યાએ કુટણખાનું ચાલતું હોવાની જાણ થતા ઓઢવ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર ભરત પટેલ અને તેમનો પુત્ર વિરોધ કરવા જતા કુટણખાનાના ગુંડાઓ માર મારવાનની ઘટના બની છે.ભરત પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ” આ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર કૃત્યો ચાલી રહ્યા હતા જેનો વિરોધ કરવા અમે પહોંચ્યા હતા. વિરોધ દરમિયાન કુટણખાનાના ગુંડાઓ સાથે બોલાચાલી થઈ અને ત્યાર બાદ તેમણે અમારા પર ગડદાપાટુ કરીને માર માર માર્યો હતો. આ અંગે અમે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.”

Share with:


News