છારા પોલીસ દમન કેસ મામલો .દારૂ પીને આવેલા પોલીસોએ લોકોને ફટકાર્યા હતા; કોર્ટમાં જુબાની.

છારા પોલીસ દમન કેસ મામલો .દારૂ પીને આવેલા પોલીસોએ લોકોને ફટકાર્યા હતા; કોર્ટમાં જુબાની.

Share with:


રાકેશકુમાર યાદવ દ્વારા.

19મી ઓક્ટોમ્બરે મેટ્રો કોર્ટમાં ફાઇનલ દલીલો.

અમદાવાદ તા.9.
છારાનગરમાં સેક્ટર 2 ના પોલીસ તેમજ ખાનગી માણસો ખૂબ દારૂ પીને આવી નિર્દોષ લોકોને ઘરમાંથી કાઢી માર મારવાના ચકચારી કેસમાં આજે એક વધુ સાક્ષીએ મેટ્રો પોલીટન મેઝી.બી એચ.કાપડિયા સમક્ષ જુબાની આપી હતી.આ મામલે 19મી ઓક્ટોમ્બરે ફાઇનલ દલીલો હાથ ધરાશે.

છારાનગરના સિંગલચાલીમાં રહેતા કરણ ડુમેકરે મેટ્રો કોર્ટમાં જુબાની આપી હતી.જેમાં એવી રજુઆત કરી હતી કે, ગઈ તા,26 જુલાઈ 2018ના રાત્રીના આશરે 12 .30 કલાકે પોલીસ વાળા ઘરની બહાર પાર્ક કરેલા વાહનોની તોડ ફોડ કરી રહ્યા હતા.લોકોને ઘર માંથી બહાર કાઢી ને માર મારી રહ્યા હતા.આ પોલીસ જેવા લાગતા ખૂબ દારૂ પીધેલા હતા.લોકો બુમાંબમ કરી રહ્યા હતા.ત્યારે મેં મારા મિત્ર અતિષ ઇન્દ્રેકર ને ફોન કરી બોલાવ્યો હતો.એ આવતા જ પોલીસોએ તેને પકડી પી.આઇ વિરાણી, અશોક યાદવ, ડી.કે.મોરી અને અન્ય પોલીસવાળાઓએ તેને લાતો ફેંટો અને લાકડીએ લાકડીએ મારતા મારતા લઈ ગયા હતા.આ બનાવ મેં મારી આંખ સમક્ષ જોયું હતું.સાક્ષી તરફ એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર હાજર રહ્યા હતા.

કોર્ટમાં રજુઆત કરી હતી કે, આરોપીઓની સામે પ્રથમ દર્શનીય ગુનો બને છે.તેમની સામે સમન્સ જારી કરવા માંગ કરી હતી.આ મામલે વધુ રજુઆત માટે મેટ્રો પોલીટન મેઝીસ્ટ્રેટ બી.એચ.કાપડીયાએ 19મીએ સુનાવણી મોકૂક રાખી છે.
બનાવની વિગત એવી છે કે, ફરિયાદી આતિષ ઇન્દ્રેકર એ મેટ્રો કોર્ટમાં સેક્ટર 2 અશોક યાદવ, પી.આઇ. વિરાણી,ઝોન 4 શ્રીમાળી , પી એસ આઈ ડી.કે.મોરી, ધીલ્લોન સહિત પોલીસની વિરુદ્ધ માર મારવાની ફરિયાદ કરી હતી.એ પહેલા દક્ષીણ બજરંગે પણ કોર્ટમાં ફિટ જુબાની આપી હતી.

Share with:


News