નવરાત્રિ:નરેન્દ્ર મોદી પણ દર નવરાત્રિએ જતા નગરદેવીના દર્શને, કેશુભાઈએ નવરાત્રિ વેકેશન જાહેર કર્યું હતું, ભૂપેન્દ્રભાઈએ પણ કર્યા ભદ્રકાળીના દર્શન.

નવરાત્રિ:નરેન્દ્ર મોદી પણ દર નવરાત્રિએ જતા નગરદેવીના દર્શને, કેશુભાઈએ નવરાત્રિ વેકેશન જાહેર કર્યું હતું, ભૂપેન્દ્રભાઈએ પણ કર્યા ભદ્રકાળીના દર્શન.

Share with:


રાજ્યમાં નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. પહેલા નોરતે દર વર્ષે વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો નવરાત્રિ મહોત્સવ ઊજવવામાં આવે છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી આરતી કરી મહોત્સવનો પ્રારંભ કરાવે છે, પરંતુ કોરોનાને કારણે ગત વર્ષે નવરાત્રિ યોજાઈ ન હતી. ચાલુ વર્ષે પણ રાજ્ય સરકારે શેરી ગરબાની જ પરમિશન આપી છે, જેથી આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરદેવી ભદ્રકાળી માતાની આરતી ઉતારી હતી. નરેન્દ્ર મોદીથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધી ગુજરાતના મુખ્યમંત્રીઓને માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે.

પટેલ સરકારના મંત્રીઓ નોરતાંમાં માતાઓના ધામમાં જશે
ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના સભ્યો પણ પહેલા નોરતાથી વિવિધ યાત્રાધામ ખાતે ઉપસ્થિત રહી આરતી-પૂજન કાર્યક્રમમાં સહભાગી થશે. જ્યારે પટેલ સરકારના મંત્રીઓ ઉમિયાધામથી લઈ માતાના મઢ સુધીના માતાઓના ધામમાં જશે.

કેશુભાઈએ પહેલીવાર નવરાત્રિ વેકેશન જાહેર કર્યું
ભાજપના સૌથી પહેલા મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલની 1995માં પહેલીવાર સરકાર બની હતી. સરકાર બન્યા બાદ તેમણે સૌપ્રથમવાર સ્કૂલોમાં નવરાત્રિ વેકેશનનો નિર્ણય લીધો હતો. જોકે બે વર્ષ બાદ આ નિર્ણય કોઈ કારણસર પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.ઉપવાસ રાખી PM મોદી નગરદેવીનાં દર્શને જતા
જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા માઈભક્તિ વચ્ચે અનોખો સંબંધ છે. નવરાત્રિ દરમિયાન અમદાવાદના નગરદેવીનાં દર્શને જતા હતા. તેઓ 42 વર્ષથી નવરાત્રિમાં ઉપવાસ કરે છે. વર્ષ 2013માં તેમણે ‘ગાય તેનો ગરબો’ પણ લખ્યો હતો. પોતાના ઉપવાસ વિશે મોદી વધારે વાત કરતા નથી, પરંતુ વર્ષ 2012માં પોતાના બ્લોગમાં પ્રથમ વખત નવરાત્રિના ઉપવાસ વિશે જણાવ્યું હતું. નવ દિવસના ઉપવાસ દરમિયાન તેઓ દિવસમાં માત્ર એક જ ફળ ખાય છે અને સાંજે

લીંબુ પાણી જ પીવે છે. ઉપવાસ દરમિયાન વડાપ્રધાન વ્યસ્ત દિનચર્યા હોવા છતાં દરરોજ સવારે પૂજા ચોક્કસપણે કરે છે.

મોદીના ઉપવાસની આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ હતી નોંધ
વર્ષ 2014માં PM બન્યા બાદ તેઓ અમેરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ઓબામા સાથે ડિનરમાં માત્ર ગરમ પાણી પીધું હતું. મોદીના આ ઉપવાસની નોંધ વોલસ્ટ્રીટ જનરલથી લઈને વોશિંગ્ટન પોસ્ટ સહિતનાં આંતરરાષ્ટ્રીય અખબારોએ લીધી હતી..!

Share with:


News