ધ્રાંગધ્રા-RPF પોલીસ મથકના પીઆઈએ દારૂ પી ASI અને હેડ કોન્સ્ટેબલને ડાયરી સમયસર ભરી ન હોવાના આક્ષેપ સાથે બેફામ ગાળો !

ધ્રાંગધ્રા-RPF પોલીસ મથકના પીઆઈએ દારૂ પી ASI અને હેડ કોન્સ્ટેબલને ડાયરી સમયસર ભરી ન હોવાના આક્ષેપ સાથે બેફામ ગાળો !

Share with:


ધ્રાંગધ્રા સ્ટેશન આરપીએફ પોલીસ મથકના પીઆઈએ દારૂ પી એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને ડાયરી સમયસર ભરી ન હોવાના આક્ષેપ સાથે બેફામ ગાળો બોલી હતી. પીઆઈએ નશામાં તેમને માર પણ માર્યાનો પણ આક્ષેપ કર્યો છે. આ વિવાદનો વીડિયો ફરતો થયા બાદ આરપીએફના અધિકારીઓએ તપાસ શરૂ કરવાની સાથે ત્રણેય પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે.

તાજેતરમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસ ડાયરીમાં યુવકની ધરપકડ બતાવ્યા બાદ તેને કોર્ટમાં કેમ રજૂ કર્યો નહીં અને હવે ક્યારે કરશો તે અંગે પીઆઈ જે. એલ. બૈરવાએ એએસઆઈ નરેન્દ્ર પરમારને ગાળો બોલી હતી. ત્યાર બાદ ચેમ્બરમાં આવેલા પીઆઈ સમક્ષ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ પહોંચી ગયા હતા. જ્યાં એએસઆઈ ઉશ્કેરાઈ વાતો કરી રહ્યા હતા અને દારૂ પીને આવેલા પીઆઈની તપાસની માગણી કરી રહ્યા હતા ત્યારે જ કોન્સ્ટેબલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે આવતાની સાથે પીઆઈને લાફો મારતા તેના ચશ્માં પડી ગયા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, ‘તમે મને નોકરીમાંથી શું કાઢશો, હું જ છોડું છું.’ અને બેલ્ટ કાઢી પીઆઈને મારવાની ધમકી આપી હતી…!

Share with:


News