અમદાવાદ કુખ્યાત બૂકી કમુ બટકો હોટેલના રૂમમાં IDનો કરોડોનો સટ્ટો રમતો હતો નાના ચિલોડામાં પોલીસે દરોડા પાડ્યો તે પ્રિયા પેલેસ હોટેલમાં સટ્ટાનુંરેકટ પણ ચાલતું?

અમદાવાદ કુખ્યાત બૂકી કમુ બટકો હોટેલના રૂમમાં IDનો કરોડોનો સટ્ટો રમતો હતો નાના ચિલોડામાં પોલીસે દરોડા પાડ્યો તે પ્રિયા પેલેસ હોટેલમાં સટ્ટાનુંરેકટ પણ ચાલતું?

Share with:


અમદાવાદ કુખ્યાત બૂકી કમુ બટકો હોટેલના રૂમમાં IDનો કરોડોનો સટ્ટો રમતો હતો નાના ચિલોડામાં પોલીસે દરોડા પાડ્યો તે પ્રિયા પેલેસ હોટેલમાં સટ્ટાનુંરેકટ પણ ચાલતું?
પ્રિયા પેલેસ હોટેલ સંચાલકોએ પોલીસને ગેરમાર્ગે દોરવા ગુપ્ત રસ્તો બનાવ્યો હતો મુખ્ય કમલેશ સુખવાણી તેમજ તાન્યા સિંધી જે ક્રિકેટ ના તેમજ રૂપલલ ને છોકરી ઓ સપ્લાય કરતી હતી. તેમજ કમલેશ મકવાણા મોબાઈલ નંબરોની તપાસ થાય તો કેટલાક પોલીસ કર્મીઓ પણ આની સાથે સંકળાયેલા છે. જે હોટલમાં આવેલા c.c.tv ફૂટેજ તેમજ મોબાઇલ ને ચેક કરવાથી સમગ્ર માહિતી સામે આવી શકશે.- સૂત્રો ?

(રાકેશકુમાર યાદવ દ્વારા.)

અમદાવાદ |નાના ચિલોડામાં આવેલી પ્રિયા પેલેસ હોટલમાં પોલીસે રેડ કરીને દેહ વ્યાપારનું રેકેટ ઝડપી પાડ્યું છે. જો કે આ હોટલમાં જ ક્રિકેટમેચના સટ્ટાનું પણ મોટુ રેકેટ ચાલી રહ્યું છે જેનાથી પોલીસ અજાણ હતી. આ ઉપરાંત ભાગેડુ ગુનેગારોના આશ્રય સ્થાન પણ પ્રિયા પેલેસ હોટલ હોવાનું પોલીસસૂત્રો તરફથી જાણવા મળ્યું છે. અહીં ગ્રાહકોને MD ડ્રગ્સ, વિદેશી દારૂ તેમજ રૂપલલનાઓ પણ હોટલના સંચાલકો દ્વારા પૂરા પાડવામાં આવે છે. ક્રિકેટ મેચનો કુખ્યાત બૂકી કમુ બટકા ઉર્ફે કમલેશ સુખવાણી જે કુબેરનગર માં રહે છે.


કમલેશ (કમુ બટકા) સુખવાણી’ મેચના આઇ.ડી અને સટ્ટાનો મોટા પાયે ધંધો કરતો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.?
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કમુ બટકા જ આ હોટલના માલિક પૈકીનો એક છે. જો કે તે ઓન પેપર માલિક ન હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે નરોડા પોલીસે હોટલના સંચાલક અને એક સ્ત્રી સહિત ચાર જણાં સામે ગુનો દાખલ કર્યો હતો.આરોપીઓને ભાગવા માટે ગુપ્ત રસ્તો પણ હોટલના સંચાલકોએ બનાવ્યો હતો.આ સેક્સ રેકેટમાં કમલેશ ની ભાગીદારી તાન્યા સિંધી જે છેલ્લા 2 મહિના પહેલા સરદારનગર એરપોર્ટની ની હદ માં આવેલી હોટલ જેમ છોકરી સાથે ઝડપાઈ હતી.તે  તે ગુનામાં તાન્યાએ આગોતરા જામીન  પોલીસમાં લીધી હતી.*પોલીસે હોટલમાં મેનેજર સૌરભ ભદોરિયાની ધરપકડ કરી છે. જ્યારે હોટલનો સંચાલક ” દોલત પેશવાની, ભરત સિંધી અને તાન્યા સિંધી હાજર ન હોઈ નરોડા પોલીસ એ ફરાર બતાવ્યા છે.”

  • નોંધનીય છે કે, નાના ચિલોડામાં પ્રિયા પેલેસ હોટલમાં સ્ત્રીઓને રાખી બહારથી ગ્રાહકોને બોલાવી દેહવ્યાપાર કરાવાઈ રહ્યો હોવાની બાતમીના પગલે નરોડા પોલીસની ટીમે હોટલ પર રેડ કરતા રૂમમાં ચાર ગ્રાહકો અને ચાર સ્ત્રીઓ મળી આવી હતી. રૂમમાંથી મળી આવેલી ચારેય સ્ત્રીઓની પૂછપરછમાં તેઓ અન્ય રાજ્યની વતની હોવાનું અને તેમને ભરત સિંધી અને તાન્યા તેમના દેહવેપાર માટે લાવ્યાનું જણાવ્યું હતું.

Share with:


News