વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૉશિંગ્ટન પહોંચ્યા, જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તથા ઑસ્ટ્રેલિયા અને જાપાનના વડા પ્રધાનો સાથે મુલાકાત કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૉશિંગ્ટન પહોંચ્યા, જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તથા ઑસ્ટ્રેલિયા અને જાપાનના વડા પ્રધાનો સાથે મુલાકાત કરશે.

Share with:


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે વહેલી સવારે ભારતીય સમય મુજબ 3.30 વાગે વોશિંગ્ટન પહોંચ્યા. પોતાના ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેશે.

એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત
અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. આ સાથે જ બ્રિગેડિયર અનૂપ સિંઘલ, એર કમોડોર અંજન ભદ્ર, અતાશે કમોડોર નિર્ભયા બાપના અને યુએસ ડેપ્યુટી સ્ટેટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસ ટી એચ બ્રાયન મેકેકેન સહિત રક્ષા અતાશેએ પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી વોશિંગ્ટન ડીસી પહોંચે તે પહેલા જોઈન્ટ બેસ એન્ડ્ર્યુઝની બહાર લોકો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. પીએમ મોદીએ પોતાના સ્વાગત માટે આવેલા લોકો સાથે મુલાકાત પણ કરી. એરપોર્ટ પર લોકોને મળ્યા બાદ પીએમ મોદી હોટલ વિલાર્ડ ઈન્ટરકોન્ટિનેન્ટલ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા. 

પીએમ મોદીને એરપોર્ટ પર મળવા માટે લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો. વોશિંગ્ટનના જોઈન્ટ બેસ એન્ડ્ર્યુઝ એરપોર્ટ પર તેઓ ઉતર્યા ત્યારે મોટી સંખ્યામાં ભારતીયોએ તિરંગો લહેરાવીને જોરદાર સ્વાગત કર્યું. લોકો મોદી મોદીની બૂમો પાડતા હતા. એરબેસથી પીએમનો કાફલો પેન્સિલવિનિયા એવેન્યૂ હોટલ વિલાર્ડ રવાના થયો. 

હોટલમાં પીએમ મોદીનું સ્વાગત
પીએમ મોદી જેવા હોટલ પહોંચ્યા કે ત્યાં પણ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. 

પીએમ મોદીએ પ્લેનની અંદરની તસવીર પણ શેર કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે અમેરિકા જવાના રસ્તે પોતાના વિમાનની અંદરની ઝલક રજુ કરતા એક તસવીર પણ શેર કરી. તેમણે એક તસવીર ટ્વીટ કરી જેમાં તેઓ વિશેષ ઉડાણ દરમિયાન સમયનો ઉપયોગ ફાઈલો જોવામાં કરતા જોવા મળ્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે લાંબી ઉડાનમાં કાગળો અને ફાઈલો જોવાની તક મળી જાય છે. 

પીએમ મોદીએ વ્યક્ત કર્યો આભાર
પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગત બદલ ભારતીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ઉષ્માભર્યા સ્વાગત બદલ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાયનો આભારી છું. આપણા પ્રવાસી આપણી તાકાત છે. આ પ્રશંસનીય છે કે કેવી રીતે ભારતીય લોકોએ દુનિયાભરમાં પોતાને પ્રતિષ્ઠિત કર્યા છે. 

પીએમ મોદીનો આજનો કાર્યક્રમ
બે વર્ષમાં પીએમ મોદીનો આ પહેલો અમેરિકા પ્રવાસ છે. આ બે વર્ષમાં અમેરિકામાં સત્તા પણ બદલાઈ ગઈ છે. પીએમ મોદી આવતી કાલે શુક્રવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પહેલો વ્યક્તિગત દ્વિપક્ષીય સંવાદ કરશે.  ત્યારબાદ ક્વાડ લીડર્સની શિખર બેઠક થશે. 

પીએમ મોદી આજે પાંચ મોટી કંપનીઓ ક્વાલકોમ (Qualcomm), એડોબ (Adobe), ફર્સ્ટ સોલર, જનરલ એટોમિક્સ અને બ્લેકસ્ટોનના સીઈઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ લગભગ 11 વાગે વિલાર્ડ હોટલમાં ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરશે. 

ત્યારબાદ પીએમ મોદી લગભગ 12.30 વાગે અમેરિકી રાષ્ટ્રપતિ કમલા હેરિસને મળવા માટે આઈઝનહાવર એક્ઝિક્યૂટિવ ઓફિસ માટે રવાના થશે. શનિવારે પીએમ મોદી યુએનજીએના 76માં સત્રને સંબોધન કરશે. 

Share

Share with:


News