ગાંધીનગરમાં મોટા બદલાવ : પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા.

ગાંધીનગરમાં મોટા બદલાવ : પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા.

Share with:


ગાંધીનગરમાં મોટા બદલાવ : પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા.

અવંતિકા સિંઘ બન્યા CMO સચિવ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટના શપથવિધિના અટકળો વચ્ચે આઈએએસ લોબીમાંથી મોટો સમાચાર સામે આવ્યા છે. પંકજ જોશીને મુખ્યમંત્રીના નવા ACS બનાવવામાં આવ્યા છે. તો અવંતિકા સિંઘને CMO સચિવ બનાવવામાં આવ્યા છે. 

સચિવ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટના શપથવિધિના અટકળો વચ્ચે આઈએએસ લોબીમાંથી મોટો સમાચાર સામે આવ્યા છે. પંકજ જોશીને મુખ્યમંત્રીના નવા ACS બનાવવામાં આવ્યા છે. તો અવંતિકા સિંઘને CMO સચિવ બનાવવામાં આવ્યા છે. ..!


 
CMના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂંક કરવામાં આવી છે. તો અશ્વિનીકુમારને સ્થાને અવંતિકા સિંઘની નિમણૂંક કરાઈ છે. અવંતિકા સિંઘ CMO સચિવ બન્યા છે. CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે એમડી મોડિયાની નિમણૂંક કરાઈ છે. CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે NN દવેની નિમણૂંક કરાઈ છે. 

તો બીજી તરફ, ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ લગભગ નક્કી થઈ ગયા છે. સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને સવારે 10 વાગ્યા સુધી ગાંધીનગર પહોંચી જવા ફરમાન કરાયુ હતું. ત્યારે આ વચ્ચે ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં ઉપસ્થિત જોવા મળ્યા. મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વચ્ચે મંત્રીમંડળના શપથવિધિ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હજુ સુધી શપથવિધિ માટે ધારાસભ્યોને ફોન કરવા સૂચના અપાઈ નથી. આ માટે ઉપરથી આવનારા ઓર્ડરીન રાહ જોવાઈ રહી છે. સૂચના મળ્યા બાદ જ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવનાર ધારાસભ્યોને ફોન કરવામા આવશે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર ચેહરા તરીકે અજમલજી ઠાકોર, ગજેન્દ્રસિંહ પરમારને સ્થાન મળી શકે તેવી શક્યતા છે. તો જીતુ વાઘાણી અને ગોવિંદ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. 

Share with:


News