વિજય રુપાણીએ સીએમ પદેથી અચાનક રાજીનામું આપતા રાજ્યના રાજકારણમાં ભૂકંપ ?

વિજય રુપાણીએ સીએમ પદેથી અચાનક રાજીનામું આપતા રાજ્યના રાજકારણમાં ભૂકંપ ?

Share with:


ગાંધીનગર: તાજેતરમાં જ સીએમ પદે પાંચ વર્ષ પૂરા કરનારા સીએમ વિજય રુપાણીએ આજે રાજીનામું આપી દીધું છે. આજે સીએમ સહિતના સિનિયર નેતાઓ તેમજ કેન્દ્રિય મંત્રીઓ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા રુપાણીએ જણાવ્યું હતું કે, તેઓ ભારતીય જનતા પાર્ટીનો પોતાને સીએમની જવાબદારી સોંપવા બદલ આભાર વ્યક્ત કરે છે.રુપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની વિકાસયાત્રા નવા નેતૃત્વ હેઠળ આગળ ધપે તેવી ઈચ્છા સાથે તેમણે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, પક્ષ દ્વારા તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે તેને તેઓ ખુશી સાથે નીભાવશે. ગુજરાતની જનતાનો આભાર માનતા રુપાણીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની જનતાનો અદ્ભૂત વિશ્વાસ અને સમર્થન પ્રાપ્ત થયા છે,

અને જનતાએ જ પોતાને સતત કામ કરતા રહેવાની ઊર્જા આપી હતી.સીએમ રુપાણી, ડે. સીએમ નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવિયા તેમજ ભાજપના ટોચના નેતાઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ આજે અચાનક રાજ્યપાલના બંગલે પહોંચ્યા હતા. આ સમાચાર વહેતા થતાં જ રાજ્યના રાજકારણમાં નવાજૂની થઈ રહી છે તેવા સમાચાર વહેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે, 09 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની મુલાકાત લીધી હતી.

Share with:


News