અમદાવાદ- મેઘાણીનગર પોલીસને દારૂના કટિંગની માહિતી ના મળી પણ ?ગાંધીનગર વિજિલન્સને મળી.

Share with:


ગાંધીના ગુજરાતમાં વેચાતો ખુલ્લેઆમ ઇંગ્લીશ દેશી દારૂ .મેઘાણીનગર વિસ્તારમાં જુની આઈજી કચેરી પાસેના કમ્પાઉન્ડમાં રીતસર દારુનું કટિંગ થતું હોવાની ગાંધીનગર વિજિલન્સની ટીમને જાણ થઈ હતી. જેથી વિજિલન્સની ટીમે દરોડો પાડીને 559 બોટલ દારુ અને કટિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો કબજે કર્યાં છે. મેઘાણીનગર પોલીસ દારૂ કટિંગ થવા મુદ્દે અજાણ હતી પરંતું ગાંધીનગરની વિજિલન્સની ટીમને આ બાબતની જાણ થઈ હતી. વિજિલન્સે જે જગ્યાએ દારૂ પકડવા માટે દરોડો પાડ્યો હતો તેની માત્ર 100 મીટરના અંતરે અમદાવાદ પોલીસ કમિશ્નર પરિવાર સાથે રહે છે. જે સ્થળે દરોડો પાડવામાં આવ્યો ત્યાં આસપાસ અનેક સરકારી કર્મચારીઓ રહે છે.પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ના ઘરની આસપાસ જ બુટલેગરો બેફામ બન્યા હોય તેવા બનાવો સામે આવ્યાં છે. આજે તેમના ઘરથી માત્ર 100 મીટરના અંતરે ગાંધીનગરની વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર મેઘાણીનગર વિસ્તારમાં દારુના વેપાર બાબતે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી. 21 અને 24 ઓગસ્ટના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલને કન્ટ્રોલ મેસેજ કરીને મેઘાણીનગર વિસ્તારમાં દારુ વેચાતો હોવાની જાણ કોઈએ કરી હતી. જે બાતમીને આધારે મેઘાણીનગર પોલીસે 10 દિવસ બાદ દરોડો પાડ્યો હતો અને એકની ઘરપકડ કરી હતી.

શું છે આ વહીવટદારો નો ભૂતકાળવહીવટદાર હિતેન્દ્રસિંહ નોકરી નરોડા ડી સ્ટાફમા. તેમજ રાકેશ પરમાર  નોકરી  ટ્રાફિક શાખા રાણીપ છે આરટીઓ પાસે આવેલ સુભાષ બ્રિજ માં અગાઉ સાબરમતી રિવરફ્રંટના રીવર ફંડ ગીતા પઠાણ જે હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે તેઓના પણ વહીવટદાર તરીકે આ બંને વહીવટ કરતા હતા.તેમજ ભૂતકાળની અંદર આ વહીવટદારો તેમજ પી.આઈ. ના વિરોધમાં ઝોન -2 .ના DCP ધર્મેન્દ્ર શર્મા સાહેબે ભૂતકાળમાં અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘ સાહેબ ના પાસે ગુપ્ત રિપોર્ટ કર્યો હતો. જેના અનુસંધાનમાં આ બે વહીવટદારોના  પગાર સજા તરીકે કાપી લેવામાં આવ્યુ હતું.

Share with:


By admin

Rakesh yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!