આસારામની વિરુદ્ધ બોલનારા પૂર્વ સાધક પર ફાયરિંગ કરનારો આરોપી  ઝડપાયો.

આસારામની વિરુદ્ધ બોલનારા પૂર્વ સાધક પર ફાયરિંગ કરનારો આરોપી ઝડપાયો.

Share with:


(રાકેશકુમાર યાદવ દ્વારા ) ક્રાઈમ બ્રાન્ચે 12 વર્ષથી નાસતા ફરતા આસારામના સાધક સંજુ ઉર્ફે સંજીવ વૈદ્યને નાસિક ખાતેથી ઝડપી પાડ્યો છે. અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓની તપાસ કરી પકડી પાડવા ડ્રાઈવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કમમશનર પ્રેમવીરસીંગ, નાયબ પોલીસ કમમશનર ચૈતન્ય આર. માંડલીકના માર્ગદર્શન હેઠળ આ સાધકને ઝડપી લેવામાં આવ્યો છે.સાબરમતી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં આસારામના પૂર્વ સાધક રાજુચાંડકે કરેલી ફરિયાદમાં છેલ્લા બારેક વર્ગથી નાસતો-ફરતો આરોપી સંજુ ઉર્ફે સંજીવ વૈદ્ય મહારાષ્ટ્રના નાસિક ખાતેના આસારામ આશ્રમમાં છુપાયો હોવાની માહિતી મળી હતી.

આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે છેલ્લા એક અઠવાડિયાથી નાસિકમાં આવેલા આસારામ આશ્રમ તથા આજુબાજુના વિસ્તારોમાં રોકાઈને માહિતીઓ એકત્રિત કરી હતી. ત્યાર બાદ 2 સપ્ટેમ્બરના રોજ સંજુ ઉર્ફે સંજીવ વૈદ્યને ઝડપી લઈ વધુ પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.પૂછપરછ કરતા જણાવ્યું કે, પોતે અમદાવાદ સાબરમતી ખાતે આવેલ આસારામ આશ્રમમાં રહી સેવા પુજા કરતો હતો. વર્ષ 2009માં અમદાવાદ શહેર સાબરમતી આશ્રમ પાછળ સાબરમતી નદીમાંથી બે બાળકોની લાશ મળી આવેલી. જે બાબતે ડી.કે.ત્રિવેદી પંચ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. તે દરમ્યાન અમદાવાદ સાબરમતી આશ્રમ સહીત જુદા જુદા રાજ્યોના આશ્રમોનુ સાંચાલન કરતાં પૂર્વ સાધક રાજુ ચાંડક પંચ તથા મીડિયા સમક્ષ આશ્રમોની પ્રવૃત્તિ પ્રકાશિત કરતાં આશ્રમના સાંચાલકો દ્વારા સાધક રાજુ ચાંડકને આશ્રમ ખાતે પરત આવી જવા તેમજ આશ્રમ વિરૂધ્ધ વાતો નહીં કરવા જણાવવામાં આવ્યું હતું. તેમછતાં તે આસારામ તથા આશ્રમની વિરૂધ્ધમાં બોલતો હતો.5 ડિસેમ્બર 2009ની મોડી સાંજે રાજુ ચાંડક બાપુનગર ખાતેના અગરબત્તીના કારખાનેથી પોતાના મોટર સાયકલ ઉપર ઘરે જતા હતાં ત્યારે સાબરમતી ચિમનભાઇ પટેલ બ્રિજથી પાવર હાઉસ જતાં હતાં. તે દરમ્યાન રાજુ ચાંડકનો પીછો કરી સાબરમતી કોલેજથી એન.એન સ્કૂલ તરફ જવાના રોડથી થોડેઆગળ પહોંચતા રાજુ ચાંડક ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું…!

Share with:


News