શહેરમાં હત્યારાઓ બેફામ -રાજસ્થાનથી અમદાવાદ નોકરી માટે આવેલા યુવકની કરપીણ હત્યા.

શહેરમાં હત્યારાઓ બેફામ -રાજસ્થાનથી અમદાવાદ નોકરી માટે આવેલા યુવકની કરપીણ હત્યા.

Share with:


અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં 30 તારીખે રાત્રે ઈસનપુર પાસે આવેલ બ્રિજ નીચે હત્યા કરેલી હાલતમાં યુવકની લાશ પડી હોવાની પોલીસ કંટ્રોલ મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા યુવકનું નામ નરેશ પ્રજાપતિ હોવાનું ખુલ્યું હતું. યુવક ઇસનપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મી ટેકસટાઇલમાં કામ કરતો હતો. રાત્રે નોકરી પરથી ઘરે જતો હતો તે સમય દરમિયાનન ઇશનપુર બ્રિજ નીચે યુવકની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે મૃતક નરેશ પ્રજાપતિની તપાસ કરતાં મૃતક રાજસ્થાનમાં આવેલ ચૂરું જિલ્લાના બુચાવસ ગામમાં રહેતો હતો. મૃતક 17 જુલાઈના રોજ રાજસ્થાનથી અમદાવાદ નોકરી માટે આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાથે જ મૃતક કોઈ વ્યસનની આદત ધરાવે છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં મૃતકના કોલ રેકોર્ડિંગ તથા નોકરીથી નીકળ્યા બાદ ક્યાં રસ્તે ગયો હતો, તે રસ્તાના સીસીટીવીને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…!

Share with:


News