અમદાવાદ – બોલેરો કાર સીઝ કરનાર એક યુવકનુ નરોડા વિસ્તારમાંથી અપહરણ કરવામા આવ્યુ .

અમદાવાદ – બોલેરો કાર સીઝ કરનાર એક યુવકનુ નરોડા વિસ્તારમાંથી અપહરણ કરવામા આવ્યુ .

Share with:


અમદાવાદ શહેરમાં કાર સીઝીંગ કરનાર એક સીઝરને આજે કડવો અનુભવ થયો હતો. બોલેરો કાર સીઝ કરનાર એક યુવકનુ નરોડા વિસ્તારમાંથી અપહરણ કરવામા આવ્યુ અને દોઢ કલાક સુધી માર મારવામાં આવ્યો હતો. બાદમાં ક્રાઇમ બ્રાંચની ટીમ એક્શનમાં આવતા તેનો છુટકારો થયો હતો. જેની ફરિયાદ ના આધારે નરોડા પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જોકે ફરાર અન્ય 8 આરોપીની શોધખોળ હાથ ધરી છે.


અમદાવાદ શહેરના નરોડા રિંગ રોડ પાસેથી ગઈકાલે એક સીઝરનુ અપહરણ કરી તેને ગોંધી રાખી માર મારવામા આવ્યો હતો. સચીન વાળંદ નામનો સીઝર એક ખાનગી કંપનીમાં કાર સીઝીંગ નુ કામ કરે છે. અને તેની ટીમના એક સાથીએ થોડા સમય પહેલા એક બોલેરો કાર સીઝ કરી હતી. જેથી સચીનનુ રિંગરોડ પરથી બે અલગ-અલગ ગાડીમાં આવેલા 10 જેટલા લોકોએ અપહરણ કર્યુ હતું અને દોઢ કલાક સુધી ગોંધી રાખી માર માર્યો હતો. બાદમા ટીબલી હનુમાન મંદિર પાસે લઈ જઈ છોડી મુકવામા આવ્યો હતો. કારણ કે ક્રાઈમ બ્રાંચની ટીમો અપહરણનો મેસજ મળતા આરોપીને શોધી રહી હતી. તેવામાં બે આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગય.

અપહરણ અને મારામારીનો ગુનો પોલીસ ચોપડે નોંધાયા બાદ શહેરભરની પોલીસ દોડતી થઈ ગઈ છે. જો કે પોલીસ તપાસમાં હિતેશ દેસાઈ અને સુનિલ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેની સાથે રહેલા અન્ય 8 આરોપી ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત ફરિયાદીનો આક્ષેપ છે કે, આરોપીએ તેવી ધમકી આપી હતી કે મારી વિરુદ્ધ 15 ગુના છે. વધુ એક ગુનો નોંધાતા કોઈ ફરક નથી પડતો. પરંતુ તને તકલીફ પડશે. ઉપરાંત ફરિયાદ ન નોંધવા માટે પણ ધમકી આપવામા આવી હતી. જોકે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share with:


News