મેઘાણીનગર વિસ્તારની ઘટના- બે વોન્ટેડ આરોપીએ યુવક સાથે તકરાર કરી રૂ.૬ હજારની લૂટ મચાવી ધાક ધમકી આપી .

મેઘાણીનગર વિસ્તારની ઘટના- બે વોન્ટેડ આરોપીએ યુવક સાથે તકરાર કરી રૂ.૬ હજારની લૂટ મચાવી ધાક ધમકી આપી .

Share with:” યુવકે બે વોન્ટેડ આરોપીનાં વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.’

(રાકેશ કુમાર યાદવ દ્વારા.)

અમદાવાદ ના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો યુવક તેનાં મિત્ર સાથે ૩૦ જુલાઈ ના રોજ ચમનપુરા મહાકાળી ના મંદિર પાસે ચાલતાં જતા હતા. બાદ બે શખ્શ પાછળ થી યુવકને ધક્કો માર્યો હતો. ધક્કો મારતા યુવકે કીધું કે,કેમ ધક્કો માર્યો. કહેતા શખ્શે તારા બાપનો રોડ છે. કહી બંને શખ્શો એ ગાળો બોલી, ઝપાઝપી કરી હતી. જોકે યુવકે ઝપાઝપી ન કરવા સમજવતા યુવકને પકડી રૂ.૬ હજારની લૂટ કરી ભાગતા પહેલા ફરી મળીશ તો, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવકે મેઘાણીનગર પોલીસ માં બે વોન્ટેડ આરોપી ના વિરૂદ્ધમાં પોલીસ ફરીયાદ નોધાવી છે.

શહેરના મેઘાણીનગર વિસ્તારના હુકમસિહ ચાલીમાં રહેતા જીતુભાઈ તોમર ઉ.વ ૨૫ પોતાના પરિવાર સાથે રહે છે.૩૦ જુલાઈ ના રોજ જીતુભાઈ અને તેના મિત્ર રોનક તોમર ચમનપુરા મહાકાળી મંદિર પાસે રાતે ચાલતા જતા હતા. જયારે આરોપી૧. બંટી પાંડે રહે. વસ્ત્રાલ ૨. ભરત ઉર્ફે દતો રહે. મેઘાણીનગર ના ચાલતા ચાલતા બંટીએ જીતુભાઇ ને પાછળ થી ધક્કો માર્યો હતો. જોકે જીતુભાઇ ને ધક્કો મારતા કીધુ કે,તું મને કેમ ધક્કો મારે છે. કહેતાં બંટીએ તારા બાપનો રોડ છે કહી બંટી અને ભરત ઝગડો કરી ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. જીતુભાઇ એ ઝગડો ન કરવા સમજાવતા ભરતે જીતુભાઇ ને પકડી રાખી બંટીએ જીતુભાઇ ના ખિસ્સા માંથી રૂ.૬ હજાર ની લૂટ કરી હતી. જોકે બૂમાબૂમ કરતા જીતુભાઇ નો મિત્ર રોનક તોમર વચ્ચે પડી મુકાવ્યા હતા. અને આસપાસ લોકો ના ટોળા વળવા લાગ્યાં હતા. ત્યારબાદ બંટી અને ભરત ભાગતા પેલા જીતુભાઇ ને ફરી મળીશ,તો હાથ પગ તોડી નાખીશ ને જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે જીતુભાઇ વોન્ટેડ બંટી અને ભરત ના વિરૂદ્ધમાં મેઘાણીનગર પોલીસ માં ફરીયાદ નોંધાવી છે…!

Share with:


News